મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીનો પ્રારંભ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર….

મોરબી,

પ્રતિનિધિ :- આરીફ દિવાન

દરરોજ ૨૫ ખેડૂતોને બોલાવી સોશ્યલ ડીસટન્સ જાળવીને હરાજી શરૂ કરાઇ

કોરોના લોકડાઉનને પગલે માર્કેટિંગ યાર્ડમાં પણ કામકાજ બંધ હતા જોકે આંશિક છૂટછાટ બાદ યાર્ડમાં કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં અગાઉ વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ બાદ હવે મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ ઘઉંની હરાજી શરુ કરવામાં આવી છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું હતું અને ૪૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આજથી ઘઉંની હરાજી શરુ કરવામાં આવી છે. દરરોજ ૨૫ ખેડૂતોને બોલાવીને સોશ્યલ ડીસટન્સ જાળવીને લોકડાઉન નિયમોના પાલન સાથે હરાજી શરુ કરવામાં આવી છે.

જિલ્લા ખેતીવાડી અધકારીશ્રી ડી.બી, ગજેરાના જણાવ્યા અનુસાર આજ રોજ ૨૪ ખેડુતો ઘઉં લઈને આવ્યા હતા અને ખેડુતોને ઘઉંના હરાજીમાં રૂ.૩૫૦ થી રૂ.૩૯૦ સુધીના ભાવ મળ્યા હતા અને હરાજીમાં ખેડુતોને ઘઉંના સારા ભાવ મળતા ખુશ હતા.

યાર્ડમાં હરાજીના પ્રારંભે યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર અને જિલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી, જીલ્લા ખેતીવાડી અધિકારી ડી બી ગજેરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here