મોરબીમાં માનવ સુરક્ષા કવચ એવા લોકડાઉનની પરિભાષા સમજાવતા પીઆઇ ચૌધરી સહિત મુસ્લિમ સમાજનાં આગેવાનો….

મોરબી,

પ્રતિનિધિ :- આરીફ દિવાન

મોરબી મુસ્લિમ સમાજના આગેવાન રસીદ બાપુ સૈયદ કોરોનાવાયરસ અંતર્ગત કોઈ રોગનો ભોગ ન બને તેવા તકેદારીના પગલારૂપે મુસ્લિમ વિસ્તારો સહિત શહેરના માર્ગોમાં માઈક સાથે કોઈ ઘરની બહાર નીકળવું નહીં લોક ડાઉન અમલ કરવો ઘરમાં રહેવું સુરક્ષિત રહેવા અપીલ કરી હતી તે સમય દરમિયાન મોરબી એ-ડિવીઝન પી.આઇ ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ સાથે મોરબી મુસ્લિમ સમાજ પ્રમુખ રસીદ મીયા સૈયદ સમગ્ર વિસ્તારમાં શેરી એ ગલીએ ફરીને લોકોને લોક ડાઉન નો ભંગ ના કરવા અપીલ કરી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા વિસ્તારોમાં મુસ્લિમ અગ્રણી આગેવાન સૈયદ રસી મિયા બાપુ તેમજ પીઆઇ ચૌધરી અને પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી તમામ મુસ્લિમ વિસ્તારોમાં સિપાઈ વાસ. કાલીકા પ્લોટ. કબીર ટેકરી. મકરાણી વાસ. વગેરે વિસ્તારોમાં કોરોનાવાયરસ અંતર્ગત સરકાર દ્વારા પ્રજાલક્ષી લોક ડાઉન નો ચુસ્તપણે અમલ સરકારી અધિકારીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે તેને સહયોગ આપી અને લોકોએ પોતાના આરોગ્યનું જતન કરવા આ ચેપી રોગથી બચવા ઘરની બહાર નીકળવું નહી તેવી અપેક્ષા સાથે અપીલ પોલીસ અને મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાન સૈયદ રસીદ મિયા અને પીઆઇ ચૌધરી સહિત પોલીસ સ્ટાફે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી કોરોનાવાયરસ અંતર્ગત કોઈ રોગનો ભોગ ન બને તેવા હેતુસર જાતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here