મોરબીમાં ફરજમાં બેદરકાર રહેતા બાબુઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની લેખિતમાં રજુઆત

મોરબી,
આરીફ દીવાન

મોરબીની નાની કેનાલ માઇનોર-૨બે ઉપર દરેક બાબતે ગેરકાયદેસર નું થઈ રહેલ બાંધકામ અંગે પંચરોજકામ જેવી કાર્યવાહી કરવાના આદેશની અવગણના કરીને ફરજ બેદરકારી દાખવી સામેવાળાને મદદરૂપ થયા છે તેવા બાબુઓ સામે ઉચ્ચ અધિકારીના આદેશની અવગણના કરી બેદરકારી દાખવનારા મોરબી શહેર મામલતદાર અને ચીફ ઓફિસર નગરપાલિકા મોરબી સહીત આ પ્રકારના ગેરકાનૂની બાંધકામ કરવામાં સીધા અને પડદા પાછળ જે જે હોય તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરવા અથવા તો પરમીશન આપવા લેખિત રજૂઆત થઈ છે. મોરબી શહેરમાં માધાપર સર્વે નંબર૧૨૭૫ અને ૧૨૭૫ મા મચ્છુ-૨ સિંચાઈ યોજનાની માઇનોર-૨ માટે જમીન સંપાદન થતા આ બંને સર્વે નંબરો ના બે ભાગ પડી ગયા છે. એમાં એક ભાગ ૧૨૭૫ પૈકી અને૧૨૭૬ પૈકી ઓલરેડી છવ્વીસ વર્ષથી બિન ખેતી થયેલ છે. અને રહેણાક વિસ્તાર છે. જે ઓમ પાર્ક સોસાયટી તરીકે ઓળખાય છે. અને તેની સામે ૧૨૭૫/૨ અને ૧૨૭૬/૧ નું બિનખેતી અને લેઆઉટ પ્લાન નકશો જાન્યુઆરી-૨૦૨૦મા થયા છે. જેમાં કેનાલને રોડ બતાવીને લેઆઉટ પ્લાન નકશો મંજૂર થયો છે. જેમાં બાંધકામની મંજૂરી વગર અને પાર્કિંગની જગ્યા છોડયા વગર કોમન જીડીસીઆર ના નિયમોનો ભંગ કરીને પાર્કિંગમાં જ સીત્તેર દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. એ બંધ કરાવવા અને નિયમ મુજબ કામ કરવા લેખિત માંગણી આ બાંધકામ ની સામે રહેતા ઓમ પાર્કના પાંત્રીસ પરિવારો સત્યાગ્રહની લડત ચલાવી રહ્યા છે. જેને બે મહિના થઇ ગયા છે. અને આજે પણ કામ ચાલુ હોય જેને રોકવામાં ફરજ બેદરકારી દાખવી હોય એ બાબતે ભારતીય દંડ સહિતા મુજબની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટર મોરબી અને મવડા મોરબીને લેખિત રજૂઆત કરી છે. જેમાં ફરજમાં બેદરકારી દાખવી, ઉચ્ચ અધિકારીના આદેશની અવગણના કરીને અને સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર બાંધકામ કરવા દેવામાં મદદરૂપ થયા છે. તે બાબતે આ સરકારી બાબુઓ સામે અને તેનો ગેરલાભ ઉઠાવીને બાંધકામ કરનારા સીધા કે પડદા પાછળનાં જે કોઈ હોય કે દરેક બિલ્ડરોની સામે ભારતીય દંડ સહિતા મુજબની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here