મોડાસા ચાર રસ્તાથી સરકારી ચોરા સુધી વન વે માર્ગનો હુકમ પરત લેવા વેપારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આપ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા ચાર રસ્તાથી સરકારી ચોરા સુધી વન વે માર્ગ કરી દેતા ત્યાંના વેપારીઓના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. જે અંગે મોડાસા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે વેપારીઓ એકત્રિત થઈ મોડાસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વ્યાપાર ધંધાને માઠી અસર થતા પ્રાંત અધિકારી અમિતભાઈ પરમાર ને વન-વે માર્ગ રદ કરવા વહેપારીઓ એ યોગ્ય રજૂઆત કરી હતી. નોંધનીય છે કે ભુતકાળમાં નગરપાલિકા કચેરી. ટ્રેઝરી કચેરી. મામલતદાર કચેરી. dena bank. સીટી સર્વે કચેરી જેવી લોક સંપર્કવાળી ઓફિસો હટાવી દેતા વેપાર ધંધાને માઠી અસર થઈ હતી. તાજેતર માં જ્યારે વન-વે માર્ગ કરી દેતા વેપાર ધંધાને વધુ ફટકો પડયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here