માંગરોળ તાલુકાના શીલ મુકામે આવેલ સી.એચ.સી સેન્ટર ખાતે માંગરોળના મરીન પોલીસના કર્મચારીઓનું આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

માંગરોળ,

પ્રતિનિધિ :- વસીમ ખાન બેલીમ

હાલ કોરોનાવાયરસ ને લઈને જ્યારે સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર રાષ્ટ્રમાં. ફરજ બજાવતા કર્મચારીઓ પોલીસ.સૈનિકો.ડોક્ટર નગરપાલિકા ના કર્મીઓ 108 કર્મીઓ મીડિયાકર્મીઓ તેમજ અન્ય કર્મચારીઓ જ્યારે પોતાની ફરજ પર હોય છે અને દિવસ રાત જોયા વગર હાલ કોરોનાવાયરસ ને લય સમગ્ર ભારતમાં લોકડાઉન હોય ત્યારે મહત્વની ભૂમિકા ભજવી રહેલ લોકડાઉન નું પાલન કરાવતી પોલીસ કે જે લોકોની વચ્ચે રહી કામ કરે છે પોતા પરીવાર કે સંતાનો ની ચિંતા કરવા ના બદલે અને પોતાના ઘર છોડી ફર્જ પર હાજર રહેછે અને સતત લોકોની વચ્ચે રહેછે ત્યારે પોતાનુ સ્વાસ્થ્ય નુ પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે ત્યારે તેને ધ્યાને રાખીને આજરોજ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ શીલ ખાતે આવેલ સી.એચ.સી આરોગ્ય કેન્દ્ર વિભાગની ટીમ દ્વારા માંગરોળ મરીના દરેક કર્મચારીઓનુ આરોગ્ય કેન્દ્ર શીલ ખાતે સ્વાસ્થ્ય ની ચકાસણી કરવામાં આવેલ જેમાં તમામ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા અને પોતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતું ઉલ્લેખનીય છે કે હાલ કોરોના વાયરસ ને લઇ જ્યારે પોલીસ પોતાના પરીવાર થી દુર રહી લોકડાઉનના બંદોબસ્ત માં હોય છે અને સતત લોકોની વચ્ચે રહેતા હોય છે ત્યારે તેઓનું મેડિકલ ચેકઅપ પણ એક જરૂરી બની ચૂક્યું હોય છે તે અનુસંધાને આજરોજ શીલ ખાતે તેઓનું મેડિકલ ચેકઅપ નું કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.એસ.સાઇ (જમાદાર) હેડ કોસ્ટેબલ કોન્સ્ટેબલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ વગેરે હાજર રહ્યા હતા આ મેડિકલ ચેકઅપ કાર્યક્રમ માં પોલીસ કર્મચારીઓ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતું તેમજ આ મેડિકલ ચેકઅપ માં સીલ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્રારા ચેકઅપ કરવામાં આવેલ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here