માંગરોળના ધનેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના સંક્રમણથી બચવા રોજ ભજન, પ્રાર્થના, પૂજા, પાઠ તથા વિષ્ણુસહસ્ત્ર નામાવલીના દરરોજ 11 પાઠ

માંગરોળ,(નર્મદા )

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ગૂગળના ધૂપ સાથે સપ્તધૂણીના યજ્ઞ દ્વારા સમસ્ત વિશ્વને કોરોના થી મુક્તિ મેળવવા યજ્ઞ.
નર્મદા જિલ્લાના આશ્રમ, મંદિરોમાં પૂજા પાઠ, સેવા પૂજા કરતા સાધુ, સંતો, મહંતો,પૂજારીઓ ની કોરોના લોકડાઉન સંકટમાં દયનીય સ્થિતિ.
નાંદોદ તાલુકાના ધનેશ્વર મહાદેવ મંદિર આશ્રમમાં લોકડાઉન પહેલાના આવેલો છેલ્લા એક મહિનાથી આવેલા 32 જેટલા પરિક્રમાવાસીઓ ને મહંત જાનકીદાસ એ રહેવા, જમવાની વ્યવસ્થા કરી છે.
કોઈ દાન આવક ન હોવાથી અન્નક્ષેત્ર સેવા કરવાનું મુશ્કેલ બન્યું. છેલ્લા એક મહિનાથી દાન કે આવક બંધ થઈ ગઈ છે મંદિરો આશ્રમો સુના પડ્યા છે.
આજદિન સુધી કોઈ તંત્ર કે સહયોગ સંસ્થાઓએ આશ્રમ અમે મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ, સંતો, મહંતો અને પરિક્રમાવાસીની કોઈએ ચિંતા કરતું નથી.

હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી થી સપડાયું છે. નર્મદા, ગુજરાત અને ભારત પણ એમાંથી બાકાત નથી, ત્યારે નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા તટના માંગરોલના ધનેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના થી બચવા રોજ ભજન, પ્રાર્થના, પૂજા, પાઠ અથવા વિષ્ણુસહસ્ત્ર નામાવલી દરરોજ 11 પાઠ કરવામાં આવી રહ્યા છે. તેમ જ મહત જાનકીદાસ મહારાજ દ્વારા ગૂગળના ધૂપ સાથે સપ્તપદીના યજ્ઞ કરવામાં આવી રહ્યું છે. યજ્ઞ અને પ્રાર્થના દ્વારા સમસ્ત વિશ્વને કોરોના માંથી મુક્તિ મેળવવા યજ્ઞ કરાઈ રહ્યો છે.
બીજી તરફ નાંદોદ તાલુકાના ધનેશ્વર મહાદેવ મંદિર આશ્રમ માં લોક ડાઉન પહેલાના આવેલા છેલ્લા એક મહિનાથી આવેલા 32 જેટલા પરિક્રમાવાસીઓ ને મહંત જાનકીદાસ રહેવા-જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આશ્રમમાં ચાલતી ગૌશાળામાં સાત જેટલી ગાયોનું ભરણપોષણ કરી રહ્યા છે. મહંત જાનકીદાસ મહારાજનું જણાવવું છે કે અમે આશ્રમોમાં બારેમાસ પરિક્રમાવાસીઓ ભક્તોની વિનામૂલ્યે ભોજન કરાવીએ છીએ ત્યારે લોકો અનાજ અને અન્ય જરૂરિયાતના સામાન નું દાન પણ કરતા હતા પણ હવે કોરોના લોકડાઉનમાં કોઈ આવતું નથી જઈ શકતો નથી, ત્યારે છેલ્લા એક મહિનાથી દાન કે આવક બંધ થઈ ગઈ છે મંદિરો આશ્રમો સુના પડયા છે છતાં રોજના 50 થી 60 લોકો ને ભોજન વ્યવસ્થા કરીએ છીએ.
આજે છેલ્લા એક મહિનાથી નર્મદાના તમામ આશ્રમો, મંદિરોની આ જ હાલત છે સરકારી, તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ ગામેગામ અનાજ અને ભોજન સેવા કરી રહ્યા છે પરંતુ આજદિન સુધી કોઇ તંત્ર કે સહયોગી સંસ્થા એ આશ્રમો કે મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ, સંતો, મહંતો અને પરિક્રમાવાસીઓની કોઈ ચિંતા કરતું નથી, તેનો ભેદ પ્રગટ કર્યો હતો.
હાલ ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત જાનકીદાસ મહારાજના જણાવ્યા અનુસાર માંગરોળના ધનેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના સંક્રમણથી બચવા રોજ ભજન, પ્રાર્થના, પૂજા, પાઠ કરવામાં આવેલ છે વિષ્ણુસહસ્ત્ર નામાવલીના દરરોજ 11 પાઠ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here