મહારાષ્ટ્રમાથી અર્ટીગા કારમા ગુજરાતમાં આવતો વિદેશી દારૂનો જથ્થો નર્મદા પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રૂપિયા 1.16 લાખ નો વિદેશી દારૂનો જથ્થો સહિત 5 લાખ ની કાર મળી 6.16 લાખના મુદ્દામાલ સાથે કાર ચાલક ની અટકાયત

દીવાળી ના તહેવારો નજીક આવતાં હોય ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ગુજરાત માં મોટા પ્રમાણ માં ઘુસાડવામાં આવતો હોવાની માહિતી ગુજરાત પોલીસ ને હોય ને વડોદરા રેન્જ આઇજી એમ. એસ. ભરાડાં સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે એ સુચના આપી હોય ને રાજપીપલા ના નાયબ પોલીસ વડા ચિરાગ પટેલ ના માગૅદશૅન હેઠળ નર્મદા જીલ્લા ના સાગબારા ખાતે ની મહારાષ્ટ્ર રાજ્ય ની બોર્ડર પર વાહનો નું ઘનિષ્ટ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે ત્યારે ડેડીયાપાડા ના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. કે. પરમાર અને ડેડીયાપાડા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સાગબારાના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. વી. પાટીલે બાતમી ના આધારે રૂપિયા 116640 નો વિવિઘ બ્રાન્ડ નો વિદેશી દારૂ સહિત કુલ 616640 ની મુદામાલ સાથે કાર ચાલક ને ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોતાના અઘિકારીઓ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા ના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે. પરમાર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. વી. પાટીલ પેટ્રોલિંગ માં હતા ત્યારે તેમને બાતમી મળેલ હતી કે મહારાષ્ટ્ર તરફ થી અર્ટીગા કાર નંબર. MH 03 BE 7824 ma વિદેશી દારૂનો જથ્થો આવી રહયો છે જેથી સાગબારા પોલીસ મથક સામે બેરિકેતિંગ કરી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, બાતમી ના આધારે બાતમી વાળી કાર આવતાં તેના ચાલક ને ઊભો રાખી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો , જેમા વિવિઘ બ્રાન્ડ ની 234 બોટલો કિંમત રૂ. 116640 નો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે કાર ચાલક ને પણ ઝડપી કાર સહીત કુલ રૂ 616640 ની મુદ્દામાલ જપ્ત કરી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ગુજરાત માં કોને સપ્લાય કરવામાં આવી રહયો હતો,આ વેપલા માં કોણ સંડોવાયેલ છે ની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here