મતગણતરી સ્થળની 100 મીટરની મર્યાદામાં મોબાઈલ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ રહેશે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મતદાનના દિવસથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ અમલી રહેશે

પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સુજલ મયાત્રા દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે પ્રતિબંધાત્મક જાહેરનામું

રાજ્યભરમાં જાહેર થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકાઓનાં કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી-2021નું મતદાન આગામી 19 ડિસેમ્બર,2021નાં રોજ અને મતગણતરી તા.21.12.2021ના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સુજલ મયાત્રા દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની કલમ-144 અનુસાર મળેલ સત્તાની રૂએ મતદાનના દિવસ તા.19.12.2021ના રોજ થી મત ગણતરીના દિવસ તા.21.12.2021નાં રોજ મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે નિયત મતગણતરી સ્થળે તથા સ્ટ્રોંગરૂમ ખાતે લેપટોપ/કોમ્પ્યુટર/મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટને 100 મીટરની મર્યાદામાં લઈ જવા તથા તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ-ઉલ્લંઘન કરનાર ભારતનાં ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here