ભવિષ્યમાં એસ.ટી સેવા શરૂ થશે એવી આશાએ કાલોલ બસસ્ટેન્ડમાં સોસીયલ ડિસ્ટન્સના કરેલા માર્કિંગ લોકડાઉન લંબાતા તડકામાં સુકાતા થયા….!!

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

હાલમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ બસો બંધ છે લોકડાઉનની મુદત આગામી ૩ મેં ના રોજ પુરી થવાની હતી જેને ધ્યાનમાં રાખીને તમામ પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતી વાપરી એસ.ટી વિભાગ ગોધરા દ્વારા કાલોલ બસ સ્ટેન્ડમાં તમામ સ્ટોપેજ ઉપર સોસીયલ ડિસ્ટન્સના માર્કિંગ કરવામાં આવ્યા હતા. જેથી ભવિષ્યમાં એસ.ટી બસ શરૂ કરવામાં આવે ત્યારે સાવચેતી રાખી શકાય મુસાફરો દ્વારા તેનું પાલન કરાવી શકાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય. ગોધરા ડેપો સંચાલિત તમામ બસ સ્ટેન્ડ પર સોસીયલ ડિસ્ટન્સના માર્કિંગ કરી દેવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ મળી રહેલ સમાચાર મુજબ ભારત સરકારે લોકડાઉનની તારીખમાં વધારો કર્યો છે અને ત્રીજા તબક્કાનો લોકડાઉન પૂર્ણ થવાની તારીખ ૧૭ મેં જાહેર કરી છે. તેમજ આ ત્રીજા તબક્કાના લોકડાઉનને અમુક શરતોને આધીન રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વહેચી કોરોના સંક્રમિત વિસ્તારો પર ચાંપતી નજર રાખી છે, માટે હવે એસ.ટી વિભાગની આ મહેનત તડકામાં સુકાઈ જશે એવા આસાર દેખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here