બાબરા તાલુકાના દરેડ ગામે હોમ કવોરેન્ટાઈન કરેલા લોકોની મુલાકાત કરતી ફલાઈગ સ્ડવોડ ટીમ…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

દરેડ ગામના સરપંચ આશા વર્કર બહેનો આરોગ્ય ટીમ સહિત આગેવાનો સાથે રહ્યા હતા

આજે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કાળો કહેર પથરાય રહ્યો છે અને સુરત અમદાવાદમાં રહેતા લોકોને પોતાના વતન જવા દેવામાં આવ્યા છે ત્યારે અમરેલી જીલ્લામાં મોટા પ્રમાણમાં લોકો સુરતથી આવ્યા હોય અને તમામને ૧૪ દિવસ માટે હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હોય તે ભાગરૂપે બાબરા તાલુકાના ગામોમાં હોમ કવોરેન્ટાઈન કરેલા લોકોની મુલાકાત કરતી ફલાઈગ સ્કવોડ ટીમ.
ત્યારે આજ રોજ ફલાઈગ ટીમ દ્વારા બાબરા તાલુકાના દરેડ ગામની મુલાકાત લીધી હતી. હોમ કવોરેન્ટાઈન કરેલા લોકોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન પૂછપરછ કરતા તાવ,શરદી, ખાસી, જેવા લક્ષણો જણાય તો સત્વરે આરોગ્ય કર્મચારીને બોલાવી સારવાર તેમજ માસ્ક અન્ય વસ્તુંઓ લેવા યોદ્ધા ટીમનો સાથ સહકાર લેવા માટે સમજુતી આપી અને જેની પાસે મોબાઈલ હોય તેઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ ફરજીયાત કરાવવામાં આવેલ હતી. આ તકે દરેડ ગામના સરપંચ વનરાજ ભાઈ વાળા આંગણવાડી ની બહેનો, આશાવર્કર બહેનો , આરોગ્ય ટીમ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here