બાબરા તાલુકાના ચમારડીથી ચરખા રોડ ઉપર માત્ર થીગડા મારવામાં આવ્યા, એ પણ હલકી ગુણવત્તા વાળા મટીરીયલમાં…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

જે રોડ લાંબા સમયથી નવો બનાવવાની વાતમાં દર વર્ષે થીગડા મારતું તંત્ર

અમરેલી જીલ્લાના મોટા ભાગના રોડ-રસ્તાઓ અતિ બિસમાર બની ગયા છે. જેના કારણે વાહન ચાલકો ખુબજ હેરાન થઈ રહ્યા છે. ખરાબ રસ્તાઓના કારણે સાંજ સવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. તંત્ર આ વાત જાણે છે તેમ સતા કોઈ યોગ્ય પગલા લેવામાં નથી આવતા. તો બીજી બાજુ જે રોડ રસ્તાઓ નવા બન્યા છે તેમા પણ મસ મોટા ખાડાઓ પડી ગયા છે. તમામ રોડ રસ્તાઓના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. તો બીજી બાજુ જે રસ્તાઓને નવી બનાવવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે તે રસ્તાઓને વારંવાર ડામરના થીગડા મારી દેવામાં આવે છે.
બાબરા તાલુકાના ચમારડી ગામેથી ચરખા જવાના રોડની ઘણા વર્ષોથી ખરાબ હાલત છે. આ રોડને નવો બનાવવાની લાંબા સમયથી માગ ઉઠવા પામી છે. પરંતુ દર વર્ષે ચોમાસામાં આ રોડ એટલી હદે ખરાબ થઈ જાય છે કે, અહી કોઈ વાહન ચલાવવું પણ મુસીબત સમાન છે. અને તંત્ર દ્રારા રોડ નવો બનાવવાની જગ્યાએ માત્ર થીગડા મારી દેવામાં આવે છે. જ્યારે આજે અમારી ટીમ દ્વારા આ રોડની બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રોડ એટલી હદે ખરાબ થઈ ગયેલો છે કે અહીથી લોકો પસાર થતા ડરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ બે દિવસ પહેલા માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડ ઉપર ડામરના થીગડા મારવામાં આવ્યા હતા. પરંતુ થીગડામાં ડામર જેવું કઈ દેખાઈ આવતું નહતું. માત્ર કપચી નાખી દેવામાં આવી હોવાનું જણાઈ આવતા અમારા રીપોર્ટર દ્વારા તપાસ કરવામાં આવી તો તે થીગડા માત્ર કપચીના જ હતા તેવું લાગ્યું હતુ. જે થીગડા માર્યા છે તે હાથથી પણ ઉખડી ગતા હતા માત્ર લોટ,પાણી અને લાકળા જેવું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. ત્યારે આ થીગડા કેટલા સમય માટે રહેશે ? તે મોટો પ્રશ્ન છે. કારણ કે જો હાથથી થીગડા ઉખડી જતા હોય તો વાહનો ચાલશે તો તેની શું હાલત થશે ? માટે આ રોડ વહેલી તકે નવો બનાવવામા આવે તો લોકોને રાહત થશે. અહીથી રાત દિવસ વાહનોની અવર જવર રહેતી હોય છે જો આવીજ રીતે રોડ હલકી ગુણવત્તા વાળા મટીરીયલ થી બનાવવામા આવશે અને કોઈ અકસ્માતો થશે તો તેના જવાબદાર કોણ ? હાલ લોકો આ રોડ નવો બને તેવી આશા રાખી બેઠા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here