બળાત્કારના આરોપી નર્મદા જીલ્લાના પુર્વ ભાજપા ઉપપ્રમુખની જામીન અરજી નામંજુર કરતી અદાલત

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ભોગ બનનાર આદિવાસી યુવતી એ આરોપી રાજકીય વગ ધરાવતો હોવાની અદાલત સમક્ષ કરી રજુઆત

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના જેતપુર ગામ આદિવાસી યુવતીને લગ્ન ની લાલચ આપી પ્રેમ જાળ મા ફસાવી તેણીના અંગત પળો ના બિભત્સ ફોટો પાડી વિડિયો શુટીંગ કરી વાયરલ કરવાની ધમકી આપનાર તેમજ શારીરિક સંબંધ બાધી યુવતી ની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી યુવતી ને બ્લેકમેલ કરનાર ભાજપા ના જીલ્લા ઉપપ્રમુખ હિરેન રાવજીભાઇ પટેલ સામે તિલકવાડા પોલીસ મથકમાં યુવતી એ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે બળાત્કાર ની કલમો હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જેલ ભેગો કરતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ધનશયામ પટેલે બળાત્કાર નો આરોપ લાગતા હીરેન પટેલ ને ઉપપ્રમુખ પદેથી તાત્કાલીક અસર થી સસ્પેન્ડ કર્યો હતો.

આરોપી હીરેન પટેલ ની પોલીસે અટકાયત કરી જેલ ભેગો કરતા આરોપી એ રાજપીપળા ના આસિસ્ટન્ટ ડિસ્ટ્રીકટ કોર્ટ મા પોતાના જામીનની અરજી દાખલ કરી હતી , આ મામલે અદાલતે ગંભીર નોંધ લઇ આરોપી ની જામીન અરજી ના મંજુર કરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો રાજપીપળા ની અદાલતમાં આરોપી હીરેન પટેલે જામીન પર મુક્ત થવા અરજી ગુજારેલ હતી , આ મામલે અદાલતે સ્ત્રી સન્માન નો અને સમાજ માટે ધૃણાસ્પદ મામલો હોય ને ભોગ બનનાર આદિવાસી યુવતીને પણ અદાલત મા હાજર રાખવા હુક્મ કરેલ , આરોપી વી જામીન અરજી ની સુનાવણી વખતે ભોગ બનનાર આદિવાસી યુવતી એ આરોપી રાજકીય આગેવાન હોય વગ ધરાવતો હોવાની તેમજ તેણી ની સાથે અંગત પળો ના બિભત્સ ફોટો પાડી વિડિયો શુટીંગ કરી વાયરલ કરવાની ધમકી આપેલ હોય તેમજ યુવતી ના લગ્ન કોઈ જગ્યાએ થવા દેતો ન હોય ની રજુઆત અદાલત સમક્ષ કરી હતી રાજપીપળા ની નામદાર કોર્ટે તમામ હકીકત રજુઆતો ને ધ્યાન મા રાખી હાલ સમાજ મા સ્ત્રીઓ સાથે આવા ગુનાઓ બનતાં હોય રાજકીય વગ ધરાવતા લોકો ના ગોરખધંધા કરતા હોવાનું માની ને આરોપી ની જામીન અરજી ના મંજુર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here