પ્રેસ કલબ નર્મદા, રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ સંપન્ન

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રથમ વિજેતા સ્ટેશન રોડ બીજા ક્રમે, સોની વાડ અને ત્રીજા કમેં સંસ્કૃતિ મહિલા મંડળ કાઠીયાવાડ

વિજેતાઓને રોકડ ઇનામ ટ્રોફી પ્રમાણપત્ર એનાયત કરાયા

પ્રેસ કલબ નર્મદા, રાજપીપલા આયોજીત સ્વ. રત્નસિંહ મહિડાના સ્મરણાર્થે અને સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસના ઉપક્રમે યોજાયેલ દ્વિદિવસીય નવમા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021ની રવિવારે પુર્ણાહુતી કરવામાં આવી હતી બીજા દિવસે નવદુર્ગા હાઈસ્કૂલ ના પટાંગણમા
1)સ્ટેશન રોડ, રાજપીપલા
2)વિઠ્ઠલનાથજી મન્દિર,સોનિવાડ, રાજપીપલા
3)નવ દુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા
4)સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલા
5)ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહિલા મંડળ રાજપીપલાએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિજેતા સ્ટેશન રોડ, રાજપીપલા, બીજા ક્રમે વિઠ્ઠલનાથજી મન્દિર,સોનિવાડ, રાજપીપલા અને ત્રીજા ક્રમે સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલાવિજેતા જાહેર થયાં હતા. વિજેતાઓને પ્રથમ વિજેતાને 2001/-રોકડા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. બીજા ક્રમે વિઠ્ઠલનાથજી મન્દિર,સોનિવાડ, રાજપીપલાના વિજેતા ને 1501/-રોકડા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.જયારે ત્રીજા ક્રમે વિજેતા થનાર સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલાને 1001/-રોકડા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.અને સ્પર્ધા માં ભાગ લેનાર તમામ શેરી ઓની બહેનો ને લ્હાણી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here