પંચમહાલ જિલ્લામાં પંચાયત-નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈ જાહેરમાં હથિયારો લઈ જવા-પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પંચમહાલ જિલ્લામાં આવી રહેલી પંચાયત-નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાઇસન્સ વાળા હથિયારો તેમજ તલવાર, ભાલા, તીર-કામઠા જેવા તીક્ષ્ણ અને મારક હથિયારો જાહેરમાં પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતો જાહેર હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, જાહેર સુલેહ-શાંતિ યોગ્ય રીતે જળવાય તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ-૧૪૪ અંતર્ગત ચૂંટણી પરિણામ જાહેર થતા સુધી આ હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ નિયમ પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૫/૦૩/૨૦૨૧ના ૨૪.૦૦ કલાક સુધી અમલી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here