પંચમહાલ જિલ્લામાં કોવિડના દર્દીની સારવાર અંગે તજજ્ઞ તબીબી સમિતીની રચના

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

લક્ષણોની તીવ્રતાના આધારે કોવિડ કેર, કોવિડ હેલ્થ અને કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાશે

કોવિડ-19 સંક્રમણ ધરાવતા અથવા શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે તેમના માઈલ્ડ, મોડરેટ અથવા સિવીયર લક્ષણોના આધારે કોવિડ કેર, કોવિડ હેલ્થ, કોવિડ હોસ્પિટલ પ્રકારની ફેસિલીટીમાં સારવાર આપવાની રહે છે. પંચમહાલ જિલ્લામાં કોવિડની સારવાર માટે કોઈ નવા દર્દી આવે ત્યારે તેમના લક્ષણોની તીવ્રતાના આધારે ઉપરોક્ત ત્રણ ફેસિલીટી પૈકી કઈ ફેસિલીટીમાં દાખલ કરવા અને જેમ-જેમ દર્દીના લક્ષણો બદલાય તેમ-તેમ ઈન્ટર ફેસિલીટી શિફ્ટીંગ અંગેનો નિર્ણય લેવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ તજજ્ઞ તબીબી સમિતીની રચના કરવા માટે હુકમ કર્યો છે. ગોધરા તાલુકા તથા જિલ્લા કક્ષાની ટીમમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ગોધરા, સિવિલ ઓન ડ્યુટી મેડિકલ ઓફિસરશ્રીનો જ્યારે અન્ય તાલુકાઓ માટે સંબંધિત તાલુકા હેલ્થ ઓફિસર અને સીએચસી અધિક્ષકનો સમાવેશ થાય છે. જિલ્લાની તમામ તાલુકા ટીમોએ જરૂર જણાય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને સિવિલ સર્જનશ્રીનો સંપર્ક કરી તેમને માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here