પંચમહાલ જિલ્લામાં આવતીકાલે ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

શ્રેષ્ઠ બી.એલ.ઓ., સુપરવાઇઝર, કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર એનાયત કરવામા આવશે

પંચમહાલ જિલ્લામાં આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી પ્રતાપસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિતી સાથે વિવિધ લોકો ડિજિટલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે. આ અંતર્ગત મતદાર સાક્ષરતા ક્લબો, શૈક્ષણિક સંસ્થાઓ, ચુનાવ પાઠશાળાઓ, વોટર અવેરનેસ ફોરમ સહભાગી થશે. ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિન ૨૫મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે. જે અન્વયે તા. ૨૫-૧-૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે ”રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૧”ની જિલ્લા કક્ષાની ઉજવણી અંગેના કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરી, ગોધરા ખાતે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રાંત અને તાલુકા કક્ષાએ પણ ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ તકે શ્રેષ્ઠ બી.એલ.ઓ., સુપરવાઇઝર, કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર આપવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨૫-૧-૨૦૨૧ ના રોજ e-EPIC લોન્ચ કરવામાં આવનાર છે. જે મુજબ મતદાર વોટર હેલ્પલાઇન એપ, વોટર પોર્ટલ વેબસાઈટ, એન.વી.એસ.પી. વેબસાઇટનો ઉપયોગ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકાશે. નવા મતદારો તા. ૨૫-૧-૨૦૨૧ થી તા. ૩૧-૧- ૨૦૨૧ દરમિયાન તેમજ તા. ૧-૨-૨૦૨૧ થી તમામ મતદારો e-EPIC ડાઉનલોડ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here