પંચમહાલ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના પાલન માટે વિવિધ ટીમો કરાઈ કાર્યરત…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ફરિયાદ માટે કંટ્રોલ રૂમ, SST, FST અને DEMIC કમિટી કરાઈ કાર્યરત

ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા વિધાનસભા મત વિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા.૦૩/૧૧/૨૨ નાં રોજ જાહે૨ાત ક૨વામાં આવેલ છે. જે તારીખથી આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ ૧૨૪-શહેરા, ૧૨૫- મોરવા હડફ (અ.જ.જા), ૧૨૬-ગોધ૨ા, ૧૨૭- કાલોલ તથા ૧૨૮-હાલોલમાં તા.૦૫/૧૨/૨૦૨૨નાં રોજ બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે.

ચૂંટણીલક્ષી કોઈપણ માહિતી કે કોઇપણ ફરિયાદ બાબતે ૨૪X૭ કાર્યરત કન્ટ્રોલ રૂમ અત્રેની ગોધરા સ્થિત ચૂંટણી શાખા ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે. જેનો હેલ્પલાઇન નંબર ૧૯૫૦ છે તથા જિલ્લામાં ફરિયાદ નિવા૨ણ કક્ષ પણ કાર્યરત કરવામા આવેલ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલ માટે નાગરિકો દ્વારા મોબાઇલ એપ્લીકેશન મારફત પણ ફરિયાદ કરી શકે તે માટે c-Vigil મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે.પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ હેતુ જિલ્લામાં Static Surveillance Team(SST ) તથા Flying Squad (FST) ટીમોની રચના કરવામાં આવેલ છે.

જિલ્લામાં Static Surveillance Team(SST ) તથા Flying Squad (FST) ટીમોની દ્વારા કરવામાં આવતી જપ્તીના દરેક કેસની તપાસ માટે Seizure Committee ની મેં, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પંચમહાલના અધ્યક્ષ હેઠળ કમીટીની રચના કરવામાં આવેલ છે, જેમા Seizure Committee દ્વારા લોકો અને સાચી વ્યકિતાઓને અગવડ ન પડે તે હેતુ તેની કોઈ ફરિયાદો હોય તો તેનું નિવારણ કરવામાં આવશે.

ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચ બાબતે હિસાબોમાં ઓછી આકારણી કરવાના કિસ્સામાં હિસાબમેળ અંગેની અનુસરવાની કાર્યપધ્ધિત અનુસરવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ ઉમેદવારોના ખર્ચની મર્યાદા માટે જિલ્લામાં District Expenditure Monitoring Committee (DEMIC) ની પણ રચના કરવા આવેલ છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પંચમહાલ ગોધરા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here