પંચમહાલ જિલ્લામાં આઈ-ખેડૂત પોર્ટલ પર મંજૂર થયેલી અરજી માટે કરેલા ખર્ચના બીલો ૧૩મી જાન્યુઆરી સુધી રજૂ કરવા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

રાજ્ય સરકારની બાગાયતી પાકો અને તેને સંલગ્ન વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરી હોય એવા ખેડૂતોની અરજી જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મંજૂર કરવામાં આવી છે. જે ખેડૂતોને અરજી માટે મંજૂરી મળી હોય તેમના તેમણે કરેલા ખર્ચના બિલો સ્વીકારવાની અંતિમ તારીખ ૧૩-૦૧-૨૦૨૧ છે. આથી બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ અંતિમ તારીખ સુધીમાં જરૂરી કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરીએ રજૂ કરવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here