પંચમહાલના પિતા-પુત્રી કલા મહાકુંભમાં રાજ્ય સ્તરે વિજેતા બન્યા

બંનેએ અલગ-અલગ વયજૂથની કંઠ્ય સંગીતની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવ્યો

ઇશાક રાંટા, ગોધરા(પંચમહાલ)

પંચમહાલ જિલ્લા માટે ગૌરવરૂપ એક ઘટનામાં રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં બે સ્પર્ધકો દ્વિતીય સ્થાને રહ્યા છે. જિલ્લામાં વેજલપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક તરીકે કાર્યરત શ્રી અતુલ પુરોહિતે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની 21 થી 59 વર્ષના વર્ગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તેમને દ્વિતીય ક્રમના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. તેમની દિકરી કુમારી ધનશ્રી પુરોહિતે પણ 6 થી 14 વર્ષના વયજૂથમાં જિલ્લાનું પ્રતિનિધીત્વ કરતા બીજો ક્રમ મેળવ્યો છે. કુમારી ધનશ્રી ધોરણ-7માં અભ્યાસ કરે છે. કોરોના સમયકાળમાં પણ તકેદારીઓનું ધ્યાન રાખતા પ્રથમ મોબાઈલ ટૂ સ્પોર્ટસના માધ્યમથી સ્પર્ધા યોજીને પણ કલારસિકો માટે સ્પર્ધાનું આયોજન કરવા બદલ બંને વિજેતાઓએ જિલ્લા રમતગમત કચેરી, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ અને સરકારશ્રીનો આભાર માની આનંદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here