નસવાડીના બે વિદ્યાર્થીઓ જંબુસર ખાતે દીની તથા દુન્યવી તાલીમ મેળવી ગામનુ નામ રોશન કર્યું

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ગામના બે વિદ્યાર્થીઓ જંબુસર ખાતે આવેલ મદ્રસ-એ ફૈઝાને ઔલિયા મા અભ્યાસ કરતા હતા જયાં નાઝરા તથા હાફીઝ તેમજ આલિમ કલાસ ની તાલીમ આપવામા આવેછે અને બાળકોને દીની અને દુન્યવી બન્ને તાલીમ શીખવાડવામાં આવે છે જ્યા નસવાડીના બે છોકરાઓ જંબુસર મદ્રસ-એ ફૈઝાને ઔલિયા ખાતે અભ્યાસ કર્યો અને બન્ને એ ધોરણ ૧૨ કોમર્સ કર્યું જેમા(૧)મેમણ મોહમ્મદ મુસ્તુફા(૨)અંસારી કોનેન આ બે છોકરાઓએ પડાઈ સાથે સાથે ભણવામા પણ સારો દેખાવ કર્યો હતો જેમા મેમણ મોહમ્મદ મુસ્તુફા રઝાકભાઈ એ ધોરણ ૧૨ કોમર્સ મા ૭૫૦માથી ૫૧૯ માર્ક્સ મેળવ્યા અને અંસારી કોનેન સલીમભાઈ એ ૭૫૦માથી૩૮૫ માર્ક્સ મેળવ્યા હતા આ બન્ને છોકરાઓએ ગામ સમાજ તથા પરિવારનુ નામ રોશન કર્યું છે અને આ બન્ને છોકરાઓ સામાન્ય પરિવાર મા ઉછરેલા છે અને દ્રડ મન કરી ભણ્યા અને બન્ને છોકરાઓએ એમનું નામ રોશન કર્યું છે તે બદલ ગામ સમાજ અને પરિવાર તરફથી ખૂબ અભિનંદન પાઠવવામા આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here