નર્મદા : સુરત બંદોબસ્તમાંથી પરત ફરતા SRP ની કેવડીયા કોલોનીની વસવાટ કોલોની બની કોરોના એપિક સેન્ટર

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જવાનો સહિત તેમના પરિવારના લોકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા 

નર્મદા જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા જીલ્લામા કુલ 79 પોઝિટીવ

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૪૭ કેસના દર્દીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના SRP ગ્રુપના જવાનો સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા હતા જયાંથી કેવડીયા કોલોની 7 મી જુુુનના કેેવડીયા પરત ફર્યા હતા. ત્યાર બાદ તેમના સેમ્પલ લેવાયેલા જેમાં કોરોનાની મહામારી SRP  કોલોનીના વિસ્તારમાં ફેલાયેલ જોવા મળી રહી છે. આજસુધીમાં નર્મદા જિલ્લામા 79 કોરોના પોઝિટિવ કેસો નોધાયા હતા જેમાં 43 કેસ તો SRP  કોલોનીના વિસ્તારમાં રહેતા જવાનો અને તેમના પરિવારના લોકો નોધાયા છે. નર્મદા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા. ૨૫ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ  ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલો પૈકી ૪૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે ૧૧ સેમ્પલના રિપોર્ટ  પોઝિટીવ આવ્યા છે. જેમાં ગરૂડેશ્વર તાલુકાના  SRP કેમ્પ કેવડીયા કોલોની વિસ્તારના રહીશ ૪ વર્ષિય એક બાળક, ૭ વર્ષિય એક બાળક, ૧૫ વર્ષિય એક યુવતી,૨૯ વર્ષિય એક મહિલા, ૩૨ વર્ષિય એક મહિલા, ૪૯ વર્ષિય એક મહિલા, ૨૪ વર્ષિય એક પુરૂષ, ૩૦ વર્ષિય એક પુરૂષ તેમજ  કેવડીયા કોલોનીના રાજીવવન વિસ્તારના રહીશ ૩૬ વર્ષિય એક પુરૂષ અને ૩૯ વર્ષિય એક પુરૂષ તેમજ તિલકવાડા તાલુકાના તિલકવાડા પોલીસ લાઇનનાં રહીશ ૨૪ વર્ષિય એક પુરૂષનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લામા નોંધાયેલ 79 કોરોના પોઝિટિવ કેસો પૈકી હાલ કોવિડ હોસ્પિટલમાં રાજપીપળા ખાતે 47 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here