નર્મદા :રાજપીપળાની કોર્ટે જામીનઅરજીની ઓન લાઈન સુનાવણી કરી….

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

બાર એસોસિએશનના સભ્યોને જાણ કરાઇ અન્ય વકીલો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરસે:- બાર એસોસિએશન પ્રમુખ વંદના ભટ્ટ

લોકડાઉન ચાલતું હોય ને દેશ ની અદાલતો મા પણ કામકાજ ઠપ્પ પડયું છે.તેવા સંજોગોમાં ન્યાયના સમયસર મળે એવુ સહુ ઝંખતા હોય છે ત્યારે હાલની લોકડાઉન ની પરિસ્થિથી માં લોકો ની આવન જાવન પર રોક હોઈ ત્યારે ન્યાયતંત્ર પણ ડિજિટલ માધ્યમ થી ખાસ સંજોગો માં ન્યાય ને લગતી કામગીરી કરતી હોય છે . જેમાં આજરોજ નર્મદા જિલ્લા માં સૌ પ્રથમ વાર zoom એપ્લિકેશન ના મારફતે માનનીય જડ્જ શ્રી એડી સેસન્સ જડ્જ તમાંગ સાહેબ ની કોર્ટ માં એક જામીન અરજી ની સુનાવણી online કરવામાં આવેલ જેમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ ના ઓએ દલીલો કરેલ હતી અને આરોપી પક્ષે વંદના આઈ ભટ્ટ નાઓ એ દલીલો કરેલ હતી.દલીલો ને ગાહય રાખી જામીન મંજૂર કરાયા હતા.
આમ નર્મદા જિલ્લા માં સૌ પ્રથમવાર zoom એપ્લિકેશન ના માધ્યમ થી જામીન અરજી ની સુનાવણી થયેલ હતી . આ બાબતે બાર એસોસિએશન નર્મદા ના પ્રમુખ વંદનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા મા અગત્ય ના કામ જેવા કે જામીન,રિમાન્ડ,વોરન્ટ નું ન્યાય ના હિત માં ઝડપી નિકાલ થાય એ ખુબ જરૂરી છે માટે આજે ઓનલાઈન જામીન અરજી નુ પહેલોજ કેસ હાથ ધરાયેલ, ઑનલાઇન પ્રક્રીયા ની અન્ય વકીલો ને માહિતગાર કરવામાં આવ્યા છે જેથી બાર એસોસિએશન ના અન્ય સભ્યો પણ આ ટેકનોલોજી નો લાભ ઉઠાવી અસીલો ના હક્ક મા કામ કાજ કરસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here