નર્મદા : રાજપીપળાના મુસ્લિમ યુવાનની રમઝાન માસમા પણ ગૈ।માતા પ્રત્યે અનેરી સેવા

રાજપીપલા (નર્મદા)
આશિક પઠાણ

સીધીવાડનો યુવાન પોતે તો ઉપવાસ ( રોઝા ) રાખે છે પરંતુ ઘર આંગણે આવતી ગૌમાતાને નિયમિત ખવડાવે છે

જીવદયાના ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે પણ જોવા મળી રહ્યા છે અને આજ છે આપણું એક ભારત શ્રેષ્ઠ ભારત

હિંદુ ધર્મમાં ગૈ।માતાને પૂજનીય અને વંદનીય ગણાય છે , સંસ્કૃતિ મુજબ પુજા થાય છે,હાલ કોરોનાના કહેર વચ્ચે અને લોકડાઉન અમલથી અબોલા પશુ પક્ષીઓના કમોતે મરવાની અને ખાવાપીવાની ખુબજ મોટી સમસ્યા સામે આવી રહી છે,કેટલાય જીવદયા પ્રેમીઓ જોકે આ બાબતે સમાજમા ખુબજ ચિંતિત અને પશુ પક્ષીઓ માટે ખાવાની વ્યવસ્થા કરતા નજરે પડે છે.

લોકડાઉન અને કોરોનાના કહેર તેમજ કાળઝાળ ગરમીમાં રાજપીપળાના સીધીવાડ વિસ્તારમાં એક યુવાન નિયમિત પણે દરરોજ ગૈ।માતાને રોટલી ખવડાવતા જોવા મળી રહ્યો છે. લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપલા શહેરમાં ફરતા પશુને ખાવા માટે ફાંફા પડી ગયા છે. રાજપીપલા શહેરનાં માર્ગો પર ઠેર ઠેર પશુઓ જોવા મળે છે. ત્યારે આ પશુઓ હાલ રમજાન મહિનો ચાલતો હોવાથી મુસ્લિમ વિસ્તારોમાં ફરતા જોવા મળે છે.અને સ્વભાવિક પણ છે મનુષ્ય ભલે માનવતા, કરુણા, દયા બધુ ભુલી ગયો હોય અને કાવાદાવાની માયાજાળમાં ફસાયો હોય પરંતુ પશુ પક્ષીઓ એનાથી પરે રહયા છે ,પરંતુ આ અબોલ પ્રાણીઓ એટલે કે ગાય રાજપીપલાના સિંધીવાડ ખાતે રહેતા ઇસ્તીયાક ખાન પઠાણના ઘરે દરરોજ સાંજે રોટલી ખાવા આવે છે.સમય પણ નિર્ધારીત જ છે ત્યારે આ યુવાન એન.આર.આઈ હોવા છે અને તેઓ રમઝાન માસ ચાલતો હોવાથી પોતે ઉપવાસ(રોઝા ) રાખતાં હોવા છતાં તેમના ઘરે આવતી ગૌમાતાને 2 રોટલી ખવડાવે છે. પશુ પ્રત્યે અનેરો પ્રેમ દાખવે છે આ માનવતા ભર્યા અભિગમથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

આજે સમાજ જયારે સામાજિક તાણાવાણામા અટવાયેલો છે , ત્યારે આવા કિસ્સા ખરેખર આપણને એક ભારત શ્રેષ્ઠ ભારત હોવાનું ગૌરવ કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here