નર્મદા : રાજપીપળાના બજારો ખુલતા જ પાનના ગલ્લાઓ પર લાગી કતારો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

વિમલ પાન મસાલા ગુટખાના માલની માર્કેટમા અછત હોય ગ્રાહકો ઉંચા ભાવે કાળાબજારમા ખરીદવા તૈયાર

લોકડાઉન 4માં છૂટછાટ તો મળી ગઈ છે. પરંતુ પાન-મસાલાના રસિકોએ હજુ પણ રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં બજાર ખુલતા જ લોકો મોટી સંખ્યા માં પાન મસાલાં લેવા ગલ્લા ઓ ઉપર ઉમટી પડ્યા હતા. અને શિસ્તબંધધ રીતે સોશીયલ ડિસટનસીંગ જાળવી કતારો મા ઉભા રહ્યા હતા.
લગભગ બે મહિનાઓથી બંધ પડી રહેલા પાન ના ગલ્લા ઉપર થી વહેલાં તે પહેલાં ના નિયમો અનુસાર માલનું વેચાણ કરી દેવામાં આવે લ. કેટલાય વયશન ના બંધાણીઓ ને માલ ખલાસ થતાં વિલા મોઢે પરત ફરવુ પડ્યુ હતુ. ત્યારે લોકોએ લાંબી લાઈનો લગાવી પરંતુ પાન મસાલાના કાચા માલની અછત હોવાથી બંધાણીઓ એ હજુ રાહ જોવી પડશે.

જોકે કેટલાક વેપારીઑએ માલની અછતનો લાભ લેવા માલ અંડરગ્રાઉન્ડ કર્યાનુ ગ્રાહકોમા ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here