નર્મદા : નાંદોદ તાલુકાના ગુવાર ગામમાં કોઇપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં તેવા લખાણવાળા બેનરો લાગ્યા..

નાંદોદ,(નર્મદા).

પ્રતિનિધિ :- મનોજ પારેખ

ખામર ગામમાં બહારના વ્યક્તિઓ માટે નો એન્ટ્રી, ડંડા હાથમાં લઈને પહેરો ભરતા યુવાનો.

પ્રતાપપુરા ગામમાં પણ પ્રવેશબંધી

નાંદોદ તાલુકાના રાણીપરા, ધોળીવાવ અને સાજવા, રાણીપરા, મોવી ગામને તેની સૅનેટાઇઝડ કરાવવામાં આવ્યું.
ગામડાઓમાંથી કોરોના પોઝિટિવ કેસો વધતા ગ્રામજનોમાં આવી જાગૃતિ

નર્મદા જિલ્લામાં કોરોના નવ કેસ પોઝિટિવ થયા પછી અને તે પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી વિશેષ જોવા મળતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે તેથી હવે પોતાના ગામમાં કોરોના ન પ્રવેશે તે માટે ગામ લોકોએ પોતાના ગામમાં બહારની વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે, અને ગામની બહાર કાંટાની આડસ લગાવી ગામના યુવાનોએ પહેરો ભરવાનું શરૂ કર્યું છે.
તેના અનુસંધાને નાંદોદ તાલુકાના ગામોમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં તેવા લખાણ બેનરો લગાવી આખા ગામને લોકડાઉન કરી દીધું છે લોકોને ઘરોમાં જ રહેવું એ સુરક્ષિત રહેવા ગ્રામજનોએ આહવાહન કર્યું છે.
જ્યારે ખામર ગામમાં પણ બહારના વ્યક્તિ માટે નો એન્ટ્રી કરી લીધી છે અને દંડા હાથમાં લઈને પહેરો ભરતાં યુવાનો કોઈને પણ બહાર જવા દેતા નથી અને બહારથી ગામમાં કોઇને ગામમાં અંદર આવવા દેતા નથી રોડ પર કાંટાની વાડ મૂકી પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે.
જ્યારે નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામમાં પણ પ્રવેશબંધી ગામલોકોએ ફરમાવી દીધી છે ગામના પ્રવેશ ના રસ્તા ઉપર જાખરા નાખી રસ્તો બંધ કરી દેવાયો છે.
જ્યારે નાંદોદ તાલુકાના રાણીપરા, ધોળીવાવ અને સજવા ગામ ને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે. રાણીપરા ગામના સરપંચ ચંદ્રિકાબેન વસાવા તથા તલાટી કામિનીબેન રાજ દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરી ગામ આખાને સેનીટાઈઝડ કર્યા હતા. એ ઉપરાંત મોવી ગામે મોવી ગ્રામ પંચાયત દ્વારા પણ ગામને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here