નર્મદા જીલ્લામા છેલ્લા 6 દિવસમાજ કોરોનાથી મોતનો આંક 60 ઉપર પહોંચ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આરોગ્ય વિભાગ 6ઠ્ઠી મે સુધી માત્ર 3 નાજ મોત જીલ્લામા થયાનુ બતાવતો જેમા અચાનક જ વધારો બતાવવા તંત્ર મજબૂર

નર્મદા જિલ્લામાં તા.૧૨ મી ના રોજ RTPCR ટેસ્ટમાં વધુ ૩૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૪૪ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ દર્દી નો આંક 3745

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૭ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૪ દરદીઓને આજે રજા અપાઇ

નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે તેની સાથે સાથે મોતના આંકડા પણ દિવસે દિવસે વધતા જતા , પરંતુ તંત્ર દ્વારા કેટલાં લોકો કોરોના ની મહામારી મા મોત ને ભેટ્યા ના ખરા આંકડા છુપાવવા મા આવતા હોવાનાં આરોપો દર્દી ઓ ના સગાસબંધીઓ સહિત લોકો લગાવતા હતા.જેથી જીલ્લા વહીવટી તંત્ર ના માથે માછલા ધોવાતા હતા.ત્યારે અચાનક કોરોના ની મહામારી શરુ થયા ના એક વર્ષથી પણ વધુ સમય દરમ્યાન જીલ્લા મા કોરોના થી મોત નિપજ્યું હોવાના માત્ર 3 જ દર્દી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા તા 6 ઠ્ઠી મે સુધી જાહેર કરવામાં આવેલ , પરંતુ આ આંકડા મા અચાનક જ વધારો બતાવવા મા આવ્યો છે.

તા 6 ઠ્ઠી મે સુધી જે માત્ર 3જ મોત હતા જે રોજ પ્રતિદિન વધી રહયા છે, છેલ્લા 6 દિવસ માજ કોરોના થી મોત નો આંક વધી ને જીલ્લા મા 60 ઉપર પહોંચી ગયો છે.તા. 12 મીના રોજ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ મૃતકો નો આંક 60 નો બતાવવામાં આવ્યા છે. આમ અચાનક જ મોત નો આંક વધતાં લોકો મા પણ ભારે ગભરાટ ફેલાયો છે. જોકે આરોગ્ય વિભાગ નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા.૧૨ મી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની કુલ સંખ્યા વધીને 3745 ઉપર પહોંચી છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૭ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૧૪ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૯૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૪ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૩ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૪૮ દરદીઓ સહિત કુલ-૩૦૬ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૧૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૨૩ સહિત કુલ-૧૫૩૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here