નર્મદા જીલ્લામાં વિધાનસભાની બે બેઠકો માટે EVM મશીનોની ફાળવણી કરવામાં આવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયા સહિત કેન્દ્રીય ચૂંટણી નિરિક્ષક અને ઉમેદવારોના પ્રતિનિધિ ઓની હાજરી માં રેન્ડમાઇઝેશન પધ્ધતિથી બન્ને બેઠકના વિસ્તારો માટે EVM (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને VVPAT ની કરાયેલી ફાળવણી

નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ-૧૪૮ અને દેડીયાપાડા-૧૪૯ વિસ્તારની ચૂંટણી આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ સાથે મુક્ત અને ન્યાયી રીતે યોજાવાની સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નર્મદા જિલ્લા માટે નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી જનરલ નિરીક્ષક ટી.વી.સુભાષ, ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજન અને પોલીસ નિરીક્ષકશ્રી પંકજ નૈન સહિત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં ઉક્ત બન્ને બેઠકોના ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારોના પ્રતિનિધિઓ, નિવાસી અધિક કલેકટર અને સ્ટાફ ડેટા બેઝ-કાયોદ અને વ્યવસ્થાના નોડલ અધિકારી સી.એ.ગાંધી, બન્ને બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, પોસ્ટલ બેલેટના નોડલ અધિકારી પંકજ ઔંધિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞાબેન દલાલ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલયના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ગઇકાલે બીજા તબક્કાની યોજાયેલી રેન્ડમાઇઝેશનની પધ્ધતિથી જિલ્લાના બન્ને વિધાનસભા વિસ્તાર માટે ઉપયોગમાં લેવાનાર અને અનામત તરીકે રખાનાર EVM (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને VVPAT ની ફાળવણી કરાઇ હતી.

તેવી જ રીતે જિલ્લા માટે નિમાયેલા ઉક્ત ત્રણેય કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારી, સ્ટાફ ડેટા બેઝના નોડલ અધિકારી અને બન્ને બેઠકોના ચૂંટણી અધિકારીઓ સહિત સંબંધિત અધિકારી ઓની ઉપસ્થિતિમાં બન્ને વિધાનસભા મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા અને મતદાન મથકો ખાતે ફરજ પર તૈનાત કરાયેલા અધિકારી/કર્મચારીઓ (પોલીંગ સ્ટાફ) ની પણ રેન્ડમાઇઝેશન પધ્ધતિથી ફાળવણી કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here