નર્મદા જીલ્લામાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતા વિદેશી દારૂના બિયર અને કવાટેરિયા બુંજેઠા ચેકપોસ્ટ પાસેથી ઝડપાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તિલકવાડા પોલીસે મોટરસાયકલ સહિત 75926 નો મુદ્દામાલ જપ્ત કર્યો

પલ્સર મોટર સાયકલ ચાલક પોલીસ ને ચકનો આપી ફરાર પોલીસે આરોપી ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

નર્મદા જીલ્લા માં વિદેશી દારૂની મોટાં પ્રમાણ માં હેરફેરી કરવામા આવતી હોય પોલીસ વિભાગ આ અસામાજિક તત્વો સામે બાજ નજર રાખી રહ્યું છે, વડોદરા રેન્જ આઇજી સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા ની કડક સુચના હોય ને કેવડીયા વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક વાણી દુધાત નાં માર્ગદર્શન હેઠળ તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન. પરમાર ને મળેલ બાતમીના આધારે આજરોજ બૂંજેઠા ચેકપોસ્ટ પાસે થી મોટર સાયકલ ઉપર આવતો વિદેશી દારૂ નો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો, અને રૂપિયા 75926 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જોકે મોટર સાયકલ ચાલક ફરાર થયો હતો.

બનાવની વિગતો અનુસાર તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન. પરમાર ને બાતમી મળી હતી કે આજરોજ ભુરા કલર ની પ્લસર મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ સાથે એક યુવક ઉતાવળી ચોકડી તરફ થી બુંજેઠાં તરફ આવી રહયો છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી બાતમી આધારે મોટર સાયકલ ચાલક આવતાં તેને પોલીસે રોકતા તેણે પોતાની મોટર સાયકલ ઊભી રાખી નહોતી અને પુરપાટ ઝડપે ચલાવી પસાર થઇ ગયો હતો, પોલીસે તેની પીછો કર્યો હતો જેથી મોટર સાયકલ ચાલક તેની મોટર સાયકલ રોડ પર ફેંકી ઝાડી ઝાંખરા માં ફરાર થઈ ગયો હતો,પોલીસ આવી મોટર સાયકલ ની તલાશી કરતા બિયર સહિત વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજીત કિંમત રૂ.25926 તેમજ મોટર સાયકલ કિંમત રૂ.50000 મળી કુલ રૂપિયા 75926 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને ફરાર થયેલ આરોપી ની ઓળખ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here