નર્મદા જીલ્લાના અંતરિયાળ ગામડાના રસ્તાઓની બિસ્માર હાલત…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ડેડીયાપાડા તાલુકાના મંડાળાથી ભૂતબેડા ગામે જવાના માર્ગ ઉપર મોસમોટા ખાડાઓ પડ્યા વાહનચાલકો માટે મુશ્કેલી

નર્મદા જિલ્લાના આદિવાસી વસતી ધરાવતા ઉંડાણ ના ગામડાઓ ના રસતાઓ ખુબજ ચોમાસા મા ભારે વરસાદ પડતા ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.

દેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પુષ્કળ વરસાદ ના કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ધોવાઈ જવાના કારણે રસ્તાઓ પર ઉંડા ખાડા પડી ગયા છે, જેના કારણે રોજ બરોજ નોકરી, ધંધા એ જતા લોકો ને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ખાસ કરી ને મંડાલા, ગારદા, ખામ, ભૂતબેડા, સહિત ના ગ્રામજનો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ વરસાદ ની સિઝન ની શરૂઆત થતાં કામ થઈ શક્યું નથી, એમ જાણવા મળ્યું છે, પરંતુ હાલમાં વરસાદ ના કારણે ગરનાળા તેમજ રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, અને આ બાબતે સ્થાનિક તંત્રનું ધ્યાન આ ખાડાઓ પર જાય અને આ બાબતને ધ્યાનમાં રાખીને તાકીદે રસ્તાઓના ખાડાઓ ની મરામત કરાવવામાં આવે એવી આ ગ્રામજનોની માંગ ઉઠી છે, અને ઘણી વાર રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર હજુ સુધી ઉંઘમાં જ છે. હવે જાણવુંએ રહ્યું, કે સરકાર લોકોની માંગ પૂરી કરે છે કે નહીં તે જોવું રહ્યું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here