નર્મદા જિલ્લા ન્યાયાલય ખાતે “એન્ટી કરપ્શન ડે” નિમિત્તે કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ધ્વારા તાજેતરમાં રાજપીપલા ન્યાયાલયના સંકુલ ખાતે “એન્ટી કરપ્શન ડે” નિમિત્તે લોકોમાં કરપ્શન વિષે કાનૂની જાગૃતિ લાવવા કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ હતી.
આ શિબિરમાં સરકારી વકીલશ્રી પી.એચ.પરમારે શક્ય તેટલો ભ્રષ્ટાચાર ઘટાડવાનો એન્ટી કરપ્શનનો હેતુ રહેલો હોવાની સાથોસાથ એન્ટી કરપ્શન એકટ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
શિબિરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી જે.એ.રંગવાલાએ સમગ્ર શિબિરનું સંચાલન કર્યુ હતું. આ પ્રસંગે બાર એસોસીએશનના સભ્યશ્રીઓ, વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જે.એ.રંગવાલા એ જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here