નર્મદા જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષામાં આજે ધોરણ-૧૦ (SSC) ની બેઝિક ગણિતના વિષયની પરીક્ષામાં ૮૧૪૯ વિદ્યાર્થીઓ હાજર : ૨૫૭ ની ગેરહાજરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રના વિષયમાં ૪૨૯૭ વિધાર્થીઓ હાજર અને ૮૭ વિદ્યાર્થીઓ ગેરહાજર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં હાલ ચાલી રહી છે. જિલ્‍લા શિક્ષણાધિકારી ની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્‍ત થયેલા અહેવાલ મુજબ આજે શુક્રવારે સવારે ધોરણ- ૧૦માં આજનાં બેઝિક ગણિતના વિષયમાં નોંધાયેલા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના મળીને કુલ- ૮૪૦૬ વિદ્યાર્થીઓ પૈકી ૮૧૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૫૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેવી જ રીતે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં નોંધાયેલા ૪૩૮૪ પૈકી ૮૭ વિદ્યાર્થી ગેરહાજર રહેતા ૪૨૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પરીક્ષા કંટ્રોલકક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામેલ નથી. આવતી કાલે શનિવારે સવારે ધોરણ-૧૨ની ભૂગોળ વિષયની અને બપોરે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની જીવવિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here