નર્મદા જિલ્લામાં કોરોનાથી બે ના મોતની વાત આરોગ્ય વિભાગ દ્વારા ફગાવાઈ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

એક ચેનલે નર્મદામા બેના મોતના આંકડા પ્રકાશિત કરતા ડૉ.કશ્યપે તેને નકાર્યો…

નર્મદા જિલ્લામા કોરોનાનો કહેર પ્રસરાઈ રહ્યો છે છેલ્લા ત્રણ ચાર દિવસથી દરરોજ SRP ના જવાનો તેમના પરિવારના લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવી રહયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ કેવડીયા કોલોનીના વિસ્તારમાં મોટાં પ્રમાણમા કેસો નોધાયા હોય ફફડાટ ફેલાયો છે. ત્યારે આજરોજ એક ગુજરાતી ચેનલે પોતાના ન્યુઝમા નર્મદા જિલ્લામા કોરોનાથી 2 ના મોતના સમાચાર જાહેર કરતા આરોગ્ય વિભાગ દ્વારા કોઇ મોત નિપજ્યું નથી નો ખુલાસો કરવાની ફરજ પડી હતી.
એક ગુજરાતી ન્યુઝ ચેનલે નર્મદા જિલ્લામા કુલ 79 કોરોના પોઝિટિવ કેસો નોધાયા હોવાનું જણાવીને તેનાં આંકડામા 2 ના મોતના સમાચાર જાહેર કરતા આરોગ્ય વિભાગ તવરીત જ હરકતમા આવ્યુ હતુ. મેડીકલ એપેડેમીક ઓફિસર ડો.કશ્યપ દ્વારા તરત જ નર્મદા જિલ્લામા કોરોના મોત કોરોના પોઝિટિવ હોવાથી થયાં નથી ની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. અને ન્યુઝ ચેનલના સમાચારને ખોટા ગણાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here