નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં સેવા બજાવતા બે મહિલા તબીબો કોરોનાના ભરડામાં સપડાયાં…

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ડેડીયાપાડા ના CHC ઓફિસર અને સિસોદ્રા PHC સેન્ટર ના ફિમેલ મેડિકલ ઓફિસર ના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ

દર્દીઓના માસ સેમ્પલ તબીબી તપાસ દરમ્યાન કોરોનાની ઝપટમાં આવયાંનું અનુમાન

કોને કોને તપાસ્યા અને કોંને કોને મળ્યાની તપાસમાં આરોગ્ય વિભાગ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવની સઁખ્યા વધીને 11 થયી

નર્મદા જિલ્લા માં છેલ્લા બે દિવસ દરમ્યાન કોરોના પોઝિટિવ ના 9 કેસો બહાર આવ્યા બાદ આજરોજ બીજા બે કેસ કોરોના પોઝિટિવ નીકળતા કુલ પોઝિટિવ દર્દી ની સઁખ્યા 11 ઉપર પહોંચી છે. ચિંતા ની બાબત એ છે કે આજરોજ જે બે કેસ પ્રકાશ માં આવ્યા તેમાં બન્ને દર્દી આરોગ્ય વિભાગ માં સેવા બજાવતા તબીબો ના હોવાથી આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્ર માં ચિંતા નું મોજું ફેલાયેલ છે. નર્મદા જિલ્લા પંચાયત હસ્તક ના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા ડેડીયાપાડા ખાતે ના CHC સેન્ટર માં ફરજ બજાવતા મહિલા તબીબ પોતાના અન્ય સહકર્મચારીઓ સાથે લોકો ના સેમ્પલ એકત્રિત કર્યા હતા તેમજ દવાખાના માં પોતાની ફરજ બજાવી હતી તે દરમ્યાન તેવો પોતે કોરોના ની ઝપટ માં આવ્યાં હતાં. અને નાંદોદ તાલુકા ના સિસોદ્રા ગામ ખાતે ના PHC સેન્ટર ખાતે ફરજ બજાવતા અન્ય મહિલા તબીબ પણ એજ રીતે કોરોના ની ઝપટમાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
એક સાથે આરોગ્ય વિભાગ ના બબ્બે તબીબ કોરોના પોઝિટિવ નીકળતા આ તબીબો કોના કોના સંપર્ક માં આવ્યા, કોની કોની મેડિકલ તપાસ કરી તેમની ઓળખ કરવાની દિશા માં હવે કામગીરી હાથ ધરાઈ રહી છે.
કોરોના પોઝિટિવ નીકળતા બંને તબીબો ને કોવીડ 19 આયુર્વેદિક કૉલેજ ખાતે ના સેન્ટર ખાતે સારવાર અર્થે દાખલ કરાયા છે. આમ નર્મદા જિલ્લો લોકડાઉન ના પ્રથમ તબક્કા માં એકદમ સેફ હતો તે હવે કોરોના પોઝિટિવ કેસોં નીકળતા એકડમજ ચિંતા જનક સ્થિતિ માં મુકાયેલ છે. અને શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારો માં વધુ કેસ નોંધાતા ભવિષ્ય માં કપરી સ્થિતિ નું નિર્માણ ન થાય એ માટે તંત્ર સહિત લોકો એ પણ કાળજી રાખવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here