નર્મદા જિલ્લાના રાજપીપળા પાસેના વડીયા અને ડેડીયાપાડા ખાતેથી એક એક કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

આ સાથે નર્મદા જીલ્લામા 99 દર્દીઓ પોઝિટિવ શતક તરફ મક્કમ ગતિએ આગળ વધતો નર્મદા જિલ્લો

રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે બન્ને પોઝિટિવ દર્દીઓને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજરોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ ના નવા બે કેસો પોઝિટિવ નોંધાયા હોવાની માહિતી પ્રદાન કરવામાં આવી છે.

રાજપીપળા પાસેના વડીયા ગામ ખાતેની શિવનગર સોસાયટીમાં રહેતા માધવસિંહ પરમાર ઉ.વ. 68 નાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને રાજપીપળા કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત દેડિયાપાડા ખાતેની ભરવાડ ચાલીમા રહેતા ઠાકોરભાઈ રમણભાઈ ઓડ ઉ.વ .37 નાઓનો સેમ્પલ ટેસ્ટીંગ ગતરોજ લેવામાં આવેલ જેનાં રિપોર્ટ આજરોજ આવતા તેઓ કોરોના પોઝિટિવ નીકળતા તેમને રાજપીપળા કોવિડ19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આજરોજ એક સાથે બે કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી, આ સાથે જ નર્મદા જિલ્લા મા 99 કોરોના પોઝિટિવ કેસો નોંધાઇ ચુક્યા છે, અને નર્મદા જિલ્લો સેન્ચ્યુરી તરફ આગે કુચ કરી રહ્યો છે. હાલ દવાખાનામાં 10 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. અત્રે ખાસ એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામા કોરોના કાળ દરમ્યાન કોઇ પણ વયકતિનુ કોરોનાને લીધે મોત નિપજ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here