નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સામે લડવાની જાગૃતિ

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ગામડાઓમાં અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબન્ધ –સરપંચો દ્વારા રખાતી ચાંપતી નજર

ગ્રામ પંચાયતો દ્વારા ગામડાઓમાં કરાતું સેનિટાઇઝશન

નર્મદા જિલ્લા માં અત્યાર સુધી 11 કોરોના પોઝિટિવ ના મામલા બહાર આવ્યા છે, જેમાં વધુ પડતા કેસ ગ્રામ્ય વિસ્તારો ના હોય ને નર્મદા જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો કોરોના નું વધુ પ્રમાણ માં ફેલાવો ન થાય એ માટે જાગૃત બન્યા છે. નર્મદા જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો જેવાકે ડેડીયાપાડા, ગરુડેશવર, સાગબારા અને નાંદોદ માંથી કુલ 9 કોરોના પોઝિટિવ ના દર્દી ઓ બહાર આવ્યા છે, જયારે શહેર વિસ્તાર માંથી 2 કેસ મળી જિલ્લા માં 11 કોરોના ના કેસ નોંધાયા છે. ગામડાઓ માં કોરોના ના દર્દી વધુ પ્રમાણ માં હોય ને ગામડાઓ માં ફફડાટ ફેલાયો છે, બીમારી વધુ લોકો ને ભરડા માં ન લે એ માટે ગ્રામ પંચાયતો એ કમર કસી છે,

તિલકવાડા તાલુકા ના વાસણ ગામમાં સરપંચ શબ્બીર હુસેન (છબુ )દાયમાં, જિલ્લા સરપંચ સઁઘ ના અંબાલાલ બારીયા, આશાવર્કર બહેનો સહિત ગ્રામ જનો એ સાથે મળી કોરોના વાઇરસ થી બચવા સમગ્ર ગામ માં સેનિટાઇઝર કરી દવા નો ગામ ના રસ્તા, દુકાનો, પંચાયત કચેરી સહિત ના અન્ય સ્થળો પર છટકાઉં કર્યો હતો.

રાજપીપલા પાસે આવેલા ધમણાચા ગ્રામ પંચાયત દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે ગામ નો કોઈ વ્યક્તિ ગામની બહાર જાય નહીં અને બહાર નો કોઈ માણસો ગામમાં આવશે નહીં એવા ફરમાન કરાયા છે, ધમણાચા ગામ માં સરપંચ અને ડેપ્યુટી સરપંચ ગામ માં સમગ્ર દિવસ દરમ્યાન અડિંગો જમાવી તેના પર દેખરેખ પણ રાખી રહ્યા છે. આમ ગ્રામ્ય વિસ્તારો માં કોરોના મહામારી સામે લડવા માટેની તકેદારી ઓ રખાયી રહી છે.

  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here