નર્મદા જિલ્લાનાં વોરા ગામે મહિલાઓએ દૂધ ઢોળી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

15 ગામોના લોકો નર્મદા જિલ્લાના વોરા ગામે દૂધ ભરવા આવતા લોકોને વહીવટી તંત્રે અટકાવતા 200 જેટલી મહિલાઓ એ વિરોધ પ્રદર્શન કર્યુ

નર્મદા જીલ્લાની બોર્ડર સીલ કરી તેઓને અટકાવી દેવાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ..

રસ્તા પર દૂધ ધોળીને પાંચ કલાક સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું …

નર્મદા જિલ્લાનાતિલકવાડા તાલુકા ના વોરા ગામે દૂધ ભરવા આવતા લોકો ને વહીવટી તંત્રે અટકાવતા 200 જેટલી મહિલાઓવિફરી હતી અને રોડ પર દૂધની કેનો ખાલી કરી દૂધની નદી વહેવડાવી વિરોધ પ્રદર્શન કરતા ચકચાર મચી જવા પામી હતી . સંખેડા તાલુકાના કાંઠોલી તેમજ આસપાસ ના 15 ગામોના લોકોઅહી વોરા ગામે દૂધ ભરવા આવતા સંખેડા તાલુકાની હદ માં બેસી ને દૂધ ધોળીને પાંચ કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ .
અત્રે ઉલ્લેખનીય છે કે તિલકવાડાં તાલુકાના બોર્ડર પર આવેલ વોરા ગામે દૂધ મંડળી આવેલી છે. 30થી વધુ ગામના લોકો દૂધ ભરવા માટે અહીંયા આવે છે. દરરોજ 10 હજાર લીટરથી વધુ દૂધ અહીંયા ભરાય છે. કોરોના વાઇરસ ને લોધે સંખેડા તાલુકાના તંત્ર દ્વારા સંખેડા તાલુકામાં થી નર્મદા જિલ્લામાં આવવા જવા ની બોર્ડર સીલ કરી દેતા .દૂધ ભરવા ન જવા દેતા તેમની આવક બંધ થઇ જતા લોકો વીફ્ર્યા હતા . તેઓને સાંજે ચાર વાગ્યા થી અટકાવી દેવાતા દૂધ લઈને આવતા આવનાર લોકોએ દૂધ ના કેન લઈને રોડ પર બેસી ગયા હતા. મોડી રાત સુધી સમસ્યાનો નિકાલ ના આવતા વહીવટી તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા
રોષે ભરાયેલ ગામની મહિલાઓનું કહેવું છે કે વોરા ગામ માં દૂધ ભરવાથી ફાયદો થાય છે. છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી મંડળીઓમાં પૂરતો ભાવ મળતો નથી. અને બોનસ આપતા નથી .સરકાર ની કોઈ ગાઈડ લાઈન નથી. બીજી જગ્યાએ દૂધ ના ભરી શકે એવો કોઈ કાયદો નથી.ગ્રાહકો ને દૂધ ભરવા જ્યાં જવુ હોઈ ત્યાં જઈ શકે છે . તેવો સરકારનો આદેશ છે. મહિલાઓએ જીદ કરી ચીમકી આપી છે કે જો દૂધ ભરવા દેવામાં નહિ આવે તો અમે આવતી કાલેપણ દૂધ ની નદીઓ વહેવડાવીશુ . અને ગાંધી ચિંધ્યા માર્ગે તંત્ર સામે આંદોલન ચલાવશુ .દૂધના અમારા લાગવા બંધ થઇ ગયા છે .દવાખાને જ્વાતુ નથી. અમારો દૂધનો ધંધો બંધ થઇ જશે તો અમે કોરોનાથી નહી પણ ભૂખમરા થી મરી જઈશું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here