નર્મદા : આદિવાસી બાળકોમાં માનવભક્ષી કોરોનાનો ભય કે જાગૃતિ…!!??

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી બાળકો મોઢા પર માસ્ક પહેરેલા જોવા મળ્યા

વડાપ્રધાને બતાવેલ હોમ મેડ માસ્ક પહેરી બોરડી ફળિયા ગામે આદિવાસી બાળકો કોરોના સામે લડવા સજ્જ

સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોનાની મહામારી નો ભય ફેલાયો છે, કોરોનાની બીમારીમાં સપડાઈ ન જવાય એ માટે દરેક વ્યક્તિ કાળજી રાખી રહ્યો છે, ભારત સરકાર સહિત રાજ્ય સરકાર પણ તમામ સ્તરે સાવચેતીના પગલાં ઊઠાવી રહી છે. શહેરી વિસ્તારોમાં પ્રસરેલી કોરોનાની મહામારી હજી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ફેલાઈ નથી, ગામડાઓમાં વસતા લોકો પણ ખુબજ કાળજી અને તકેદારી રાખી રહ્યા છે, ઘણા ગામડાઓ માં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે,

ત્યારે જાગૃતિના ભાગ રૂપે નર્મદા જિલ્લાના બોરડી ફળિયા ગામે નાના નાના બાળકોમાં પણ કોરોના સામે લડવાની જાગૃતિ અને હિંમત જોવા મળી હતી, ગામના બાળકો પાસે સેનિટાઇઝડ માસ્ક તો નોતા પરંતુ તેવોએ વડાપ્રધાન મોદીએ બતાવેલ સ્વ બનાવટના કાપડના માસ્ક મોઢા પર પહેર્યા હતા, જે બાળકોમાં આવેલી જાગૃતિ અને કોરોના સામે લડવાની તેમની હિમ્મત દર્શાવતી હતી. અને સાથે સાથ કોરોના સામે લડવા તકેદારી પર જરૂરી છે તે તરફ દિશા નિર્દેશ કરતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here