નર્મદામાં વિરપ્પનનાં પ્રેમીઓ થયા બેફામ…!! વાધઉમર રેન્જ-વન વિભાગના કર્મચારી પર કરાયો હુમલો….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ગેરકાયદેસર નપાડલનુ ઝાડ કાપતા પિતા પુત્ર સામે વન કર્મચારીએ કેસ કરેલ જેની અદાવતમાં હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો….

જાનથી મારી નાખવાનીધમકી આપતા દેડિયાપાડા પોલીસ મથકમાં 4 સામે ફરિયાદ

નર્મદા જિલ્લાના વન વિભાગ હસ્તકની વાધઉમર રેન્જના વન કર્મચારી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને મારમારનારા પાનખલાના ચાર ઈસમો સામે દેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ બનાવની વાત કરીએ તો નર્મદા વન વિભાગના વાધઉમર રેન્જમા ફરજ બજાવતા રવિન્દ્ર રમેશ ગુર્જરે થોડા સમય પહેલા ગેરકાયદેસર રીતે નપાડલનુ ઝાડ કાપતા પિતા પુત્રને ઝડપી પાડ્યા હતા અને તેમના સામે કાયદેસરની ફરિયાદ કરી હતી.એ બનાવની રીસ રાખી વન કર્મચારી જયારે તેની ફરજ ઉપર હતા અને જંગલમાથી પરત તેઓની ઓફિસમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓને રસ્તામા રોકી આરોપીઓ (1) અમરસંગ વસાવા (2) માનસીંગ વસાવા (3) અમીર મીરીયા (4) સોમીબેન નાઓએ તેઓના પર હુમલો કર્યો હતો.અને માર માર્યો હતો તેમજ જાનથીમારી નાખવાની ધમકી આપી હતી .

આ બાબતે ચારેય આરોપીઓ સામે વન કર્મચારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે,પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here