નર્મદાના સેલંબા ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સેલંબા ગામને કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરાયો..

સેલંબા,(નર્મદા).

પ્રતિનિધિ :- મનોજ પારેખ

સેલંબાના ત્રણ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા નવ ગામો પણ કંન્ટેઈમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો

કંન્ટેઈમેન્ટ ઝોનના 9 ગામોની સરહદોને સીલ કરી દેવાઈ

સેલંબાના સાત કિમી વિસ્તારના ગામોને બફર ઝોન જાહેર કરતા સાગબારા સેલંબાને જડબેસલાખ લોક ડાઉન કરાયું છે.

સાગબારા તાલુકાનાં સેલંબા ગામમાં એક કેસ કોરોનાનો પોઝિટિવ કેસ જાહેર થતા જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય એક્શનમાં આવી ગયું છે જેને ઈન્સીડર કમાન્ડ અને સાગબારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તાત્કાલિક અસરથી સેલંબા ગામે કેન્ટેટમેન્ટ ઝોન જાહેર કરી દીધો છે. અને સેલંબા ના ત્રણ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા 3ગામોને પણ કન્ટેટમેન્ટ ઝોનમાં સમાવેશ કરી દેવાયો છે. એટલું જ નહીં સેલંબાના સાત કિડનીની વિસ્તારના ગામોને બફર ઝોન જાહેર કરતા સાગબારા સેલંબા ને જડબે સલાક લોક ડાઉન કરી દેવાયું છે

તંત્રની સત્તાવાર જાહેરાત અનુસાર સાગબારા તાલુકામાં સમાવિષ્ટ સેલંબાના ત્રણ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા કુયદા,ગોટાપાડા, મોરાવી, ધનસેરા, નવાગામ (સેલંબા), ખામપાડા, ખોચરપાડા ,ચીકલી, મોરવાડી ગામને કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરાતા 9 ગામની સરહદો સીલ કરી દેવાઇ છે.
જ્યારે સેલંબા ગામની 7 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા 12 ગામોને બફર ઝોન જાહેર કરાયા છે આ 12 ગામો પાંચ પાંચપીપરી, કરખાડી, સાગબારા, પીરમંડાળા, પાનખલા, ધોડમુંગં, પાટ, નવાપાડા, ભવરીસાગર, ટાવર, ચિત્રા કેવડી અને કેલના 12 ગામોને ફરજોમાં સમાવેશ કરાયો છે.

જેમાં ત્રણ કિમી 9 ગામોમાં ગામલોકો દ્વારા નિમાયેલી સ્વયંસેવકો દ્વારા જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓ લઈ જવાની છૂટ આપી. ધાર્મિક સ્થળો મેળાવડા પર તથા જાહેરમાં થવા પર પ્રતિબંધ મૂકાયો છે. અંતિમ સંસ્કારની ક્રિયામાં 20 થી વધુનો સમૂહને મંજૂરી આપશે નહીં. તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામા નિયમોનું પાલન કરવાનું રહેશે નિયમોનું પાલન નહીં કરનાર સામે ડીજીસ્ટાર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51 થી 60 ની જોગવાઈઓ હેઠળ તેમજ આઇપીસી સેક્સન 188+મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે હાલ સાગબારા સેલંબા ની જડબે સલાક લોકડાઉન કરી દેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા 17 અને 18 એપ્રિલ એમ બે દિવસ માટે સેલંબા ગ્રામ પંચાયત એક્શનમાં આવ્યું હતું અને 17 અને 18 એપ્રિલ એમ બે દિવસથી લંબા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તાર માં શાકભાજી, દૂધ, અનાજ, કરિયાણા અને ફિલ્ટર પાણી બંધ કરાવી દીધું હતું, હાલ સેલંબા માં કરફ્યુ જેવો માહોલ છે. જડબેસલાક લોકડાઉન અસર જોવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here