નર્મદાનાં ગીચડ ગામમાં લાગેલ આગમાં 30.80 લાખનું નુકસાન….

નર્મદા,

પ્રતિનિધિ :- આસિક પઠાણ

બલ ગ્રુપ ગ્રામ પંચાયતે સર્વે કરી રિપોર્ટ ટી. ડી. ઓ. ને સોંપ્યું

નર્મદા જિલ્લાના ગીચડ ગામમાં ગત રોજ લાગેલી આગમાં 9 મકાન બળીને ભસ્મીભૂત થયા છે, જેમાં ગરીબ આદિવાસીઓ બેઘર બન્યા છે, ત્યારે સરકાર દ્વારા તેઓને સહાય આપવાની દિશામાં કાર્યવાહી શરૂ થયી ગયી છે.
ડેડીયાપાડા તાલુકાની બલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગીચડ ગામ આવતું હોયને તલાટી અને સરપંચ દ્વારા સર્વે હાથ ધરાયુ હતું જેમાં રૂપિયા 3080000 ના નુકસાન થયાનું અહેવાલ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ડેડીયાપાડાને સુપ્રત કરાયો હોવાનું જાણવા મળેલ છે. જે લોકોના ઘર બળી ગયા તેમના નામ અને તેમને થયેલ નુકસાન સાથેનું લિસ્ટ અધિકારી ઓને આપી દેવાયું છે, લગભગ આવતી કાલે આરગ્રસ્તોને તાત્કાલિક ધોરણમાં સરકાર દ્વારા અપાતી કેસ ડોલ સહાય આપી દેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here