દે.બારિયા તાલુકાની સાદરા ગ્રામ પંચાયતના સરપંચે જરૂરતમંદોને કરીયાણાની કીટો વહેંચી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો…

દેવગઢ બારીયા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

હાલ સમગ્ર વિશ્વ વાયુ વેગે ફેલાઈ રહેલા કોરોના વાયરસથી ભયભીત થઇ ગયું છે, કારણ કે આ ભયંકર વાયરસ ચીનથી જન્મ લઇ આજે દુનિયાનાં ૧૮૪ થી પણ વધુ દેશોમાં પ્રશારાય ગયું છે. ચીન પછી ઈરાન,ઇટલી અને ફ્રાંસમાં આ માનવભક્ષી વાયરસે અનેક લોકોને સંક્રમિત કર્યા હતા અને હાલ જગત જમાદાર એવા અમેરિકામાં લાખો લોકો આ વાયરસથી પીડાઈ રહ્યા છે તેમજ હજારો લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. આ લાઈલાજ બીમારીએ ભારતને પણ પોતાના ભરડામાં લેવાનું શરૂ કરી દીધું છે, આથમતા સુરજની સાથે રોજે રોજ કોરોના સમ્ક્રમીતોની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે. જેના કારણે ભારત સરકારે સમગ્ર દેશભરમાં લોકડાઉન જાહેર કરી દીધું છે અને આ લોકડાઉનનાં કારણે રોજ મજુરી કામ કરી પોતાનું પેટીયું રડતા ગરીબોની હાલત કફોડી બની ગઈ છે. આવા કપરા સમયમાં ઈશ્વરનાં અનેક દૂતો માનવતા દાખવી નિસહાય ગરીબોની વ્હારે આવ્યા છે અને ભૂખથી પીડાઈ રહેલા જીવોની દુવા લઇ રહ્યા છે. આવો જ એક સરાહનીય કિસ્સો દાહોદ જીલ્લાનાં દેવગઢ બારીયા તાલુકામાં ચર્ચાઈ રહ્યો છે.

દેવગઢ બારીયા તાલુકાના સાદરા ગામનાં સરપંચ બળવંતસિંહ રાઠવા અવાર નવાર માનવતાના કાર્યોમાં ચર્ચામાં આવતા રહે છે, તેઓનું સેવાભાવી સ્વભાવ જાણે સંસ્કારોમાં મળ્યુ હોય એમ એ દરેક સેવાકીય કામમાં અગ્રેસર રેહતા હોય છે. સરપંચ બળવંતસિંહ રાઠવા દર વરસે પોતાનો જન્મ દિવસ પોતાના ઘર પરિવાર સાથે ઉજવતા આવ્યા છે પરતું હાલ તેઓ પોતાનો ૪૩ મો જન્મ દિવસ ગરીબ નિસહાય એવા જરૂરતમંદોની સાથે ઉજવી રહ્યા છે, હાલ કોરોના વાયરસની દહેશતના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેથી કેટલાય ગરીબ પરિવારો રોજીરોટી ન મળતા હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે સરપંચ બળવંતભાઈ પોતાના જન્મ દિવસને ઈશ્વરની કૃપા સમજી ઈશ્વરનો આભાર વ્યત કરવાની આશાએ ગરીબ એવા જરૂરતમંદ લોકોને કરીયાણાની કીટો વહેચી રહ્યા છે. તેઓના આવા ઉમદા અને માનવતાવાદી કાર્યથી સમસ્ત બારીયા પંથકમાં હાલ સાદરા પંચાયત ચર્ચાનો વિષય બની ગઈ છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here