તિલકવાડા : રેંગણ ટેકરા ગામમાં ઓવારાના રસ્તાનું ધોવાણ થઈ જતા ગામ લોકોને હાલાકી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડાં તાલુકાના રેંગણ ટેકરા ગામ નર્મદા નદી કિનારે આવેલું છે આ ગામ માં નદી ઉપર જવા નો ઓવારો છેલ્લા કેટલાક વર્ષો થી નદી ના પાણી માં ધોવાઈ ગયો છે જેના લીધે ગામ લોકો ને નદી ઉપર જવા માટે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને ગામ લોકો ને બાજુમાં ખેતરમાં થઈ ને નદી ઉપર જવું પડે છે ત્યારે ઘણી વાર ખેતર મલિક દ્વારા રસ્તો બંધ કરી દેતા લોકો ને મજબૂરી માં તૂટેલા રસ્તા પર ખાડામાં થઈ ને નદી ઉપર જવું પડે છે જો ક્યારેક ગામ માં કોઈ મૃત્યુ પામે છે ત્યારે નદી કિનારે અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવાની પણ ઘણી તકલીફ પડતી હોઇ છે.

યારે ગામ લોકો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમારા રેંગણ ટેકરા ગામ માં છેલ્લા કેટલાક વર્ષો થી ઓવારો તૂટી ગયો છે તેમ છત્તા આ રસ્તા નું કામ કરવામાં આવતું નથી નદી ઉપર જવા માટે એક જ રસ્તો છે તેમા પણ મોટા ખાડા પડી ગયા છે ગામ લોકો નદી ઉપર જાય તો કેવી રીતે જાય ગામ ની મહિલાઓ ને કપડાં .વાસણ ધોવા અને પીવાના પાણી ભરવા માટે વારંવાર નદી ઉપર જવાનું થતું હોય છે ત્યારે રસ્તો ખરાબ હોવાથી કેટલીક વાર ગામ ની મહિલાઓ બાળકો પડી જતા હોઇ છે ગામ માં કોઈ મૃત્યુ પામે છે તો તેના અંતિમ સંસ્કાર માટે પણ અમારે કેવી રીતે લઈ જવું ગામ લોકો દ્વારા કેટલાય અધિકારીઓ ને જાણ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ ઓવારો બનાવવામાં આવ્યો નથી અને વહેલી તકે આ રસ્તા નું કામ કરી ને રસ્તો બનાવવામાં આવે એવી ગામ લોકો ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here