તિલકવાડા મણીનાગેશ્વર મહાદેવના મહંત સાહેબજીની કોરોના સંકટમાં અનોખી સેવા…

સેલંબા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ

હાથ સ્ટિચિંગ કરીને સાહેબજી ૨૫,૦૦૦ માસ્ક બનાવ્યા

દેવલીયા ચોકડી ખાતે કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓ અને આરોગ્ય કર્મીઓને સાહેબજી દ્વારા માસ્ક, ગ્લુકોઝ પાવડર અને એનર્જી ડ્રિન્કનું વિતરણ કરવામાં આવ્યું.

નર્મદામાં ત્રીજુ લોક ડાઉન શરૂ થયું છે છેલ્લા ૪૦ દિવસથી કોરોના સંક્રમણથી બચવા આરોગ્ય તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા માનવતા વાદી કામગીરી થઇ રહી છે તેમાંથી લખવામાં આવેલ મણી નાગેશ્વર મહાદેવના મહંત સાહેબજી પોતે નિસ્વાર્થ ભાવે કોરોના સંકટમાં અનોખી સેવા કરી રહ્યા છે આજે સામાન્ય આમ જનતા ગરીબનો ને તથા ગામડાઓના લોકો પાસે માસ્ક નથી તેવા લોકો સુધી વિનામૂલ્યે માસ્ક કોરોના સંક્રમણ થી બચવા લોકોને માસ્ક પહેરાવવા માટે પ્રેરીત કરી રહ્યા છે. મહત સાહેબજીએ હાથ સ્ટિચિંગ કરીને સાહેબજી એ ૨૫૦૦૦ માસ્ક બનાવ્યા છે અને જરૂરીયાતમંદોને માસ્કનું વિતરણ કરી રહ્યા છે.
એ ઉપરાંત દેવલીયા ચોકડી ખાતે કોરોના વોરિયર્સ તરીકે ૪૦ થી ૪૨ ડિગ્રી ગરમીમાં ઘરે પગે સેવા આપતા પોલીસ કર્મીઓ અને આરોગ્ય કર્મીઓની સેવા બિરદાવી સાહેબજી દ્વારા માસ્ક, ગ્લુકોઝ પાવડર અને એનર્જી ડ્રિંક્સનું વિતરણ કરાયું હતું.આ પોલીસકર્મીઓ અને આરોગ્ય કર્મીઓની અસહ્ય ગરમીમાં કોરોના સામે લડાઇ લડી લોકોના જાન બચાવી રહ્યા છે. કાયદાનું પાલન પુર લોકોને કરાવી રહ્યા છે. ત્યારે કોરોના ના કપરા સમયમાં પ્રજાની રક્ષા કરી રહ્યા છે. ત્યારે દેવલીયાચોકડી ખાતે ગરમીમાં રાહત આપે તેવા એનર્જી ડ્રિન્ક અને ગ્લુકોઝ પાવડરનું તથા માસ્ક નું વિતરણ સીપીઆઈ શુકલા,પીએસઆઈ વસાવા ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું.આ કર્મીઓએ સાહેબજી ની માનવતાવાદી પ્રવૃત્તિને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here