તિલકવાડા નગર પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રમુખ પારૂલબેન તડવીનો ઉપસ્થિતિમાં ‘ સંવેદના દિન ‘ નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

તિલકવાડા,(નર્મદા વસીમ મેમણ :-

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનના રાજ્યવ્યાપી કાર્યક્રમો ભાગરૂપે આજ રોજ સંવેદના દિન નિમિત્તે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રમુખ પારૂલબેન તડવી ની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તે ઉપરાંત પ્રાંત અધિકારી અશોક ડાંગી / તિલકવાડા મામલતદાર આર.જે ચૌહાણ અને તાલુકા વિકાસ અધિકારી આર આર બરજોડે ભાજપા જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી ભાજપા પ્રમુખ બાલુભાઈ બારિયા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મમતાબેન તડવી જિલ્લા બાળ કલ્યાણ ચેરમેન શ્રદ્ધાબેન બારિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તિલકવાડા નગર પ્રાથમિક શાળા ખાતે સવારના 9:30 કલાકે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 57 જેટલી વિવિધ યોજનાકીય સેવાનો લાભ આપવામાં આવ્યું.

આ પ્રસંગે કોરોનાકાળમાં માતા અથવા પિતાનું અવસાન થયેલ હોય તેવા એક વાલીવાળા મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકો-વાલીઓ સાથે કાર્યક્રમના મહાનુભાવો ભોજન લેશે. તેની સાથોસાથ લાભાર્થી બાળકોને કિટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું.

આ “સેવા-સેતૂ” કાર્યક્રમમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, હેલ્થ વેલનેશ કાર્ડ, ઘરેલું નવા વિજ જોડાણ, આધાર કાર્ડના બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, આવકનો દાખલો, સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્રો, જાતિ પ્રમાણપત્રો (અનુસુચિત જાતિ), વિધવા સહાય વગેરે સહિત રાજ્યના સામાન્ય વહિવટ, નાણાં, મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ, કુષિ કલ્યાણ અને સહકાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ તેમજ શ્રમ અને રોજગાર વગેરે જેવા વિભાગોને લગતી વિવિધ ૫૭ જેટલી સેવાઓના યોજનાકીય લાભો સ્થળ ઉપર જ અપવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here