ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર…!!

ડેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

અનુસૂચિત વિસ્તારના ધારાસભ્યોની આયોજનની દોઢ કરોડની ગ્રાન્ટ અને નાણા પંચના ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ રિચાર્જ કરવા પત્ર દ્વારા રજુઆત કરાઈ…

હાલની વિકટ પરિસ્થિતિમાં ઉનાળામાં પીવાના પાણીના તળ ઉંડે જતાં હોય પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ રહી છે.

ગ્રાન્ટ રિલીઝ નહીં થાય તો શિક્ષણ આરોગ્ય અને અન્ય વિકાસના કામો અટકી જશે :- ધારાસભ્ય મહેશ વસાવા.

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી અને અનુસૂચિત વિસ્તાર માં ધારાસભ્યોની આયોજનની દોઢ કરોડની ગ્રાન્ટ અને નાણા પંચના ગ્રામ્ય પંચાયત ની ગ્રાન્ટ રિલીઝ કરવા બાબતે પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે કોરોના ની મહામારીને ધ્યાને લઈ ધારાસભ્યની આયોજન ની ગ્રાન્ટ માં એક વર્ષનો કાપ મૂકવા માટે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જેનો પત્ર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ અને જિલ્લા આયોજન અધિકારી ની કચેરીઓનો પત્ર દ્વારા જણાવેલ છે. પરંતુ આ ઘાટ ગ્રાન્ટ અનુસૂચિત પાંચ વિસ્તારના તમામ ૨૭ વિધાનસભાની અનામત એસટી સીટો હોવાથી અને પેસા એક્ટ હેઠળ નાણા પંચ ગ્રામ પંચાયતોમાં આવતી હોય અને આર્થિક તેમજ સામાજિક દ્રષ્ટિએ પછાત વિસ્તાર છે. હાલની પરિસ્થિતિ જોતા પીવાના પાણીની સમસ્યા શિક્ષણ, આરોગ્ય, અને અન્ય વિકાસના કામો અટકી જશે તેમ છે. અને હાલની વિકટ પરિસ્થિતિ ઉનાળાના સમયમાં પીવાના પાણીના સ્તર ઊંડે જતા હોય પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ રહી છે અને ગ્રાન્ટ પ્રજાના કલ્યાણ માટે જેથી આ ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે પ્રજાના કલ્યાણ માટે તમામ વિધાનસભા ની અનામત એસટી સીટોની ગ્રાન્ટ રિલીઝ કરવા માટે મુખ્યમંત્રીની ભલામણ કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે જ્યારે કુદરતી આપદા આવતી હોય ત્યારે કેન્દ્ર કે રાજ્ય માં રાષ્ટ્રીય અપમાનથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી અને રાહત પણ આપવામાં આવી આવે છે તો પ્રજાના વિકાસના પૈસા એમએલએ આયોજનની ગ્રાન્ટ હોય કે નાણાપંચની ગ્રાન્ટ હોય એ ગ્રામપંચાયતોને વધુમાં તેમણે જણાવ્યું છે કે જ્યારે કુદરતી આપદા આવતી હોય ત્યારે કેન્દ્ર કે રાજ્ય માં રાષ્ટ્રીય અપમાનથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી અને રાહત પણ આપવામાં આવી આવે છે. તો પ્રજાના વિકાસના પૈસા એમએલએ આયોજનની ગ્રાન્ટ હોય કે નાણાપંચની ગ્રાન્ટ હોય એ ગ્રામપંચાયતોને મળે છે. જેમાંથી જે વૈશ્વિક આપના કોવીડ 19 કોરોના માટે આમાંથી ગ્રાન્ટ ફાળવાઇ છે ભારતના સંવૈધાનિક રીતે સીડ્યુલ પાંચ-છ વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય રોજગારી સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાઓ નિવારવા અનામત ગ્રાન્ટમાંથી પાડવી જોઈએ. કોરોનાની મહામારી માટે ઉપરોક્ત દર્શાવેલ લોકો વિકાસના ગ્રાન્ટમાંથી કાપ મુકવો જોઈએ નહિ એવી રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here