ડભોઇ સરિતા રેલવે ક્રોસિંગ મેન્ટેનન્સ કામ અર્થે સાત કલાક બંધ રખાશે

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર બીએમ પ્રજાપતિ વડોદરા મુંબઈ પોલીસ અધિનિયમ અને 1951 ના મુંબઈ ના 22 માની કલમ 33 ની પેટા કલમ (૧) ( બ) હેઠળ મળેલ સતા ની રૂએ જાહેર જનતાના વાહન વ્યવહારના સરળ નિયમ સારૂ મોજે ડભોઈ જિલ્લો વડોદરા ના રેલવે ક્રોસિંગ નંબર 19 સરિતા ફાટક ડભોઇ કેવડિયા રોડ રેલવે ક્રોસિંગના મેન્ટેનન્સ વર્ક માટે તારીખ 22/2/ 23 ના રોજ રાતના 9 કલાકથી તારીખ 23/2/ 23 ના રાત્રીના 4 કલાક સુધી વાહનોને અવર-જવર (7) સાત કલાક માટે બંધ કરવામાં આવે છે તથા સદર રસ્તા ઉપર થી પસાર થતા હોયતો ડભોઇ થી વડોદરા આવવા જવા માટેનો રૂટનું ડ્રાઈવરઝન આપવામાં આવ્યું છે જેમાં વડોદરાથી ડભોઇ રાજપીપળા કેવડિયા કોલોની તરફ જતો વાહન વ્યવહાર વડોદરા થી નેશનલ હાઇવે થઈ પોર કાયાવરોહણ મંડાળા ડભોઇ તરફ ડ્રાઇવટૅ કરી શકાય તથા ડભોઇ થી વડોદરા જતો વાહન વ્યવહાર ડભોઇથી મંડાળા કાયાવરણ પોર નેશનલ હાઇવે થઈ જઈ શકાય જેના માટે ડ્રાઇવરઝન આપવાની જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવરઝન નિર્દેશ બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમજ વૈકલ્પિક રસ્તાઓનું ડ્રાઇવરઝન આપવા તાત્કાલિક પ્રસિદ્ધ કરવા વડોદરા થી ડભોઇ તરફ જટો ફકત હળવા તથા નાના વાહનો માટેનો વાહન વ્યવહાર વડોદરા થી ડભોઇ તરફ ડભોઇના રેલવે ફાટક નંબર 21 મહુડી ભાગોળ ફાટક થઈ ડભોઇ શહેર તરફ ડ્રાઈવર્ટ કરવામાં આવ્યો છે તેમજ ડભોઇ થી વડોદરા જતો ફકત હળવા અને નાના વાહનો માટેનો પણ ઉપર મુજબ મહુડી ભાગોળ રેલવે ફાટકે થી અવરજવર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવા ટ્રાફિક ડ્રાઇવઝનના નિર્દેશન બોર્ડ લગાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here