ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આરોગ્ય તંત્ર દ્વારા હેલ્થ સર્વેક્ષણ હાથ ધરાયું…

ઝગડીયા,

પ્રતિનિધિ :- કલીમ મલેક (ભાલોદ)

રાજપારડી આરોગ્ય વિભાગે ૨૬૩ લોકોની થર્મલ ગન દ્વારા આરોગ્ય ચકાસણી કરી જેમાં દરેકે દરેક વ્યક્તિ સ્વસ્થ હોવાનું તંત્રનું રીપોર્ટ.

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરથી હેરાન પરેશાન થઇ રહ્યું છે, દુનીયના ખ્યાતનામ એવા ચીન,ઇટલી,ફ્રાંસ અને અમેરિકા જેવા દેશો કોરોનાના પ્રકોપ સામે ઘૂંટણીએ પડ્યા છે. અને આજે ભારતમાં પણ ઉગતા-આથમતા સુરજની સાથે કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ હાલ ગુજરાતમાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક દેશમાં બીજા નંબરે પોહંચી ગયો છે માટે દેશભરમાં કોરોના વાયરસ સામે યુધ્ધ લડતા આરોગ્ય કર્મીઓ ૨૪ કલાક ખડેપગે રહે છે જે પૈકી ઝઘડીયા તાલુકના રાજપારડી ગામે સ્થાનિક આરોગ્ય ટુકડીએ ૨૬૩ જેટલાં વ્યક્તિઓની સરકારનાં દિશા નિર્દેશ પ્રમાણે આધુનિક ઉપકરણો દ્વારા તેમના શારીરીક વાતાવરણની ચકાસણી કરી,જેમાં બધા જ વ્યક્તિઓ સ્વસ્થ છે તેમ તંત્રને જાણવાં મળ્યું.તથા આરોગ્ય કર્મીઓએ લોક જાગૃતતા માટે ગ્રામજનોને નમ્રતાભેર અપીલ કરી જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને મોઢા પર માસ્ક પહેરવું, બહારથી ઘરમાં આવે ત્યારે હાથ ધોવા અથવા હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો,તથા સામાજિક અંતર રાખવું,અને સરકારના નિર્દેશોને અનુસરવા.બળબળતા ઉનાળામાં પોતે તકલીફ ઊઠાવી રાજપારડીના કોરોના યોધ્ધાઓ જેમાં ઝઘડીયા તાલુકા તંત્ર,આરોગ્ય વિભાગ,રાજપારડી પોલીસ,અને સામાજિક આગેવાનો જે માનવ સેવા માટે વખતો વખત ખડેપગે રહેછે,એવા તમામ કોરોના યોદ્ધાઓની ગ્રામજનો સરાહના કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here