જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાસન કીટનું વિતરણ વાંકાનેરનું વાલાસણ

જામનગર,આરીફ દીવાન (નોરબી) :-

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સુન્ની મુસ્લિમ જમાત દ્રારા રાસન કીટ તૈયાર કરીને જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું

ગામના યુવાનો એકત્રિત થઈને જામનગર જિલ્લાના પુર ગ્રસ્ત વિસ્તારમાં મદદરૂપ થવા માટે કંઈક કરવાની ભાવનાથી રાસન કીટ તૈયાર કરીને જરૂરતમંદો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો. યુવાનોના આ નિર્ણયને ગામમાથી વડીલોએ પણ ટેકો આપ્યો અને આર્થિક સહયોગ મળતા વડીલોના માર્ગદર્શન મુજબ યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને રાસનકીટ તૈયાર કરી અને આ કિટો અસરગ્રસ્તો સુધી પહોંચાડી.

આ કીટમાં 3 કિલ્લો ચોખા, અઢી કિલો ઘઉંનો લોટ, 500 ગ્રામ મગફળીનું તેલ, 250 ગ્રામ મરચું પાવડર, 100ગ્રામ હળદર, 1કિલો નમક, 1 નંગ બામ્સ, 500 ગ્રામ ખાંડ, 100 ગ્રામ ચા, 1કિલો ડુંગળી, 1કિલો બટેટા, 2 પરલે બિસ્કિટ પેકેટ આટલી જીવન જરૂરિયાતની સામગ્રીઓની કીટ બનાવી આ ઉપરાંત 50 નંગ ગોદડા અને 20 જેટલી ચાદરોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here