છોટાઉદેપુર જિલ્લાની સંખેડા ૧૩૯ વિધાન સભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈએ કોઈપણ જાતના ઢોલ નગારા વગર સાદગીથી ફોર્મ ભર્યું

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના ત્રણ બેઠક પૈકી સંખેડા ૧૩૯ બેઠક પર કોંગ્રેસ ના ધારાસભ્ય તરીકે ધીરુભાઈ ફોર્મ ભર્યું ધીરુભાઈ ભીલ બોડેલીના આવેલ રામજી મંદિરે પહોંચીને ભગવાનના ચરણોમાં બેસી ને ફોર્મમાં સહી કરી હતી અને પૂજા અર્ચના કરી હતી અને રામજી મંદિરે ભગવાન રામજીના આશીર્વાદ લીધા હતા બોડેલી તાલુકા સેવા સદન ખાતે તેઓ ચૂંટણી અધિકારીને પોતાનું ફોર્મ રજૂ કરી અને ફોર્મ ભરીને આપ્યું હતું બોડેલી તાલુકાસેવાસદન મા ફોર્મ ભરીને આપ્યું ત્યારે નારણસિંહ રાઠવા રાજ્ય સભાના સાંસદ પીઠ કોંગ્રેસના નેતા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રમુખો અને કોંગ્રેસ સમર્થકો ટેકેદારો હાજર રહ્યા હતા મહત્વની એ બાબત છે કે કોંગ્રેસ વધુ માનવ મેદની ફોર્મ ભરવાનું દેખાવો કરવાનું ટાળ્યું હતું અને કોઈપણ જાતના ઢોલ નગારા નહીં પણ સાદગી થી બોડેલી સેવાસદન ખાતે ચૂંટણી અધિકારીશ્રીને ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here