છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તાંદલજા ગામના વળાક પાસે હાઇવા ટ્રક અને બોરવેલની ગાડી વચ્ચે ગંભીર અકસ્માત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

હાઇવા ટ્રક રોડની બેરીકેડ તોડી નીચે સુધી ઉતરી ગઇ હાઇવા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત…

બોડેલીથી સાત કિલોમીટર દૂર તાંદલજા પાસે નસવાડી રાજપીપલા રોડ હાઇવે રોડ પર થયો અકસ્માત

લોખંડની બેરીકેટ તોડીને ટ્રક નીચે જતી આશરે ૫૦ મીટર નીચે ઉતરી ગઈ

બોરવેલ ની ગાડી ની બોરની પાઈપો રસ્તા પર વેરવિખેર હાલતમાં જોવા મળી

બોડેલીના તાંદલજા હાઇવે ના વળાંક પર શ્રીરામ બોરવેલ ની ગાડી અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં ટ્રક ડ્રાઇવર નું થયું મોત..

બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here